મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન બન્યુ હિંસકઃ શિંદે સરકાર વટહૂકમની તૈયારીમાંઃ બીડમાં કરફ્યૂ

HomeCountryPolitics

મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલન બન્યુ હિંસકઃ શિંદે સરકાર વટહૂકમની તૈયારીમાંઃ બીડમાં કરફ્યૂ

મહારાષ્ટ્રમા મઠારા આંદોલન હિંસક બન્યું છે. બીડમાં કરફયુ લાદવામાં આવ્યો છે. આ કારણે હવે શિંદે સરકાર ફિકસમાં મુકાઈ ગઈ છે. મનોજ જરાંગેની ભૂખ હડતાલના છઠ્

અહમદિયા મુસ્લિમોને ‘કાફિર’ ન કહી શકાય, કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડને આપ્યો કડક સંદેશ
ચાલુ ઓપરેશને ખેંચેલી તસ્વીરો સોશ્યલ મીડિયામાં વાયરલ કરનાર જામનગરનાં બે તબીબની સાત દિવસ માટે ફરજ મોકૂફી
ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં CBIની મોટી કાર્યવાહી,  રેલવેનાં ત્રણ અધિકારીઓની ધરપકડ

મહારાષ્ટ્રમા મઠારા આંદોલન હિંસક બન્યું છે. બીડમાં કરફયુ લાદવામાં આવ્યો છે. આ કારણે હવે શિંદે સરકાર ફિકસમાં મુકાઈ ગઈ છે. મનોજ જરાંગેની ભૂખ હડતાલના છઠ્ઠા દિવસે મુખ્યમંત્રીએ આ મુદ્દે વાતચીત કરી હતી. આજે આ મુદ્દે વટહૂકમ અંગે નિર્ણય લેવાઈ શકે છે.

મહારાષ્ટ્રમાં મરાઠા આરક્ષણ હિંસક બન્યંુ છે. સૌથી વધુ અસરગ્રસ્ત બીડ જિલ્લામાં સાવચેતીના પગલાં તરીકે કફર્યુ લાદવામાં આવ્યો છે. ઈન્ટરનેટ પણ બંધ કરી દેવામાં આવ્યું છે. જાલનામાં છેલ્લા ૧ર કલાકમાં ત્રણ લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન, શિંદે સરકાર આખી રાત સક્રિય સ્થિતિમાં રહી. મોડી રાત્રે સીએમ એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે મિટિંગ કરી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર આજે બપોર સુધીમાં કેબિનેટની મિટિંગ બોલાવી શકે છે. આમાં તે તે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવા પર વિચાર કરી શકે છે. સરકાર મરાઠાઓને અનામત આપવા માટે વટહૂકમ પણ લાવી શકે છે. મરાઠા આરક્ષણ આંદોલનના નેતા મનોજ જરાંગે જાલનાના અંતરૌલીમાં ૬ દિવસથી ભૂખ હડતાળ પર છે. આજે સવારે મુખ્યમંત્રીએ તેમની સાથે વાત કરી હતી. આ પછી તેણે પાણી પીધું હતું.

રાજ્યમાં બે દિવસમાં રાજ્ય પરિવહન નિગમની ૧૩ બસોમાં તોડફોડ કરવામાં આવી છે. જેના કારણે રપ૦ પૈકી ૩૦ ડેપો બંધ કરવા પડ્યા હતાં. પથ્થરબાજી બાદ પુણે-બીડ બસ સેવા બંધ કરી દેવામાં આવી છે. સોમવારે રાત્રે મરાઠા સમુદાયના વિરોધીઓએ બીડ બસ ડેપોમાં તોડફોડ કરી હતી. એક હજાર જેટલા લોકોના ટોળાએ ડેપોમાં ઘૂસી ૬૦થી વધુ બસોના કાચ તોડી નાખ્યા હતાં. સ્ટેશનનો કંટ્રોલ રૃમ પણ તૂટી ગયો હતો.

રાજ્યમાં ૧૧ દિવસમાં ૧૩ લોકોએ આત્મહત્યા કરી છે. હિંગોલીના શિવસેના શિંદે જૂથના સાંસદ હેમંત પાટીલે મરાઠા આરક્ષણના સમર્થનમાં રાજીનામું આપી દીધું છે. જો કે હજુ સુધી રાજીનામું સ્વીકાર્યું નથી.

લાતુરમાં ઘણા મેડિકલ વિદ્યાર્થીઓ પણ મરાઠા આરક્ષણની માગ સાથે ભૂખ હડતાળ પર બેઠા છે. કાર્યકર્તા મનોજ જરાંગેની અપીલ પર, રવિવાર ર૯ ઓકટોબરે મરાઠા ક્રાંતિ મોરચાના ૬ કાર્યકરો અનિશ્ચિત સમયની ભૂખ હડતાળ પર બેઠા હતાં.

મુખ્યમંત્રી શિંદેએ કહ્યું હતું કે મરાઠા આરક્ષણ મુદ્દે ૩ સભ્યોની સમિતિની રચના કરવામાં આવશે, જે રાજ્ય સરકારને સુપ્રિમ કોર્ટમાં મરાઠા આરક્ષણ પર કયુરેટિવ પિટિશન દાખલ કરવા અંગે સલાહ આપશે. આ સમિતિની અધ્યક્ષતા જસ્ટિસ સંદીપ શિંદે (નિવૃત્ત) કરશે. આ મુદ્દો ઘણો જુનો છે. દેવેન્દ્ર ફડણવીસે જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ મરાઠાઓને અનામત આપી હતી, પરંતુ કમનસીબે સુપ્રિમ કોર્ટ તેને રદ કરી હતી અમે એક કમિટિ બનાવી છે. રિપોર્ટ ટૂંક સમયમાં આવશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0