ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ બેંચ 31 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ચૂંટણી બોન્ડ કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે
ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની ખંડપીઠ બેંચ 31 ઓક્ટોબરે એટલે કે આવતીકાલે ચૂંટણી બોન્ડ કેસની સુપ્રીમ કોર્ટ સુનાવણી કરશે. ત્યારે આ સુનાવણી પહેલા એટર્ની જનરલ આર.વેંકટરમણીએ સુપ્રીમ કોર્ટેને કહ્યું કે, રાજકીય પક્ષોને મળેલા ફંડનો સ્ત્રોત જાણવાનો મૂળભૂત અધિકાર બંધારણે નાગરિકને આપ્યો નથી.
એટર્ની જનરલ આર.વેંકટરમણીએ કહ્યું કે, બંધારણે આ બોન્ડનો સોર્સ જાણવાનો મૂળભૂત અધિકાર નાગરિકને આપ્યો નથી. ચૂંટણી બોન્ડ યોજના કોઈપણ વ્યક્તિના વર્તમાન અધિકારનું ઉલ્લંઘન કરતી નથી. તેમજ વધુમાં કહ્યું કે, ચૂંટણી બોન્ડ પોલિસી ફંડ આપનારાઓની પ્રાઈવસીનો લાભ આપે છે, જે વર્તમાન અધિકારોનું ઉલ્લંઘન નથી.
ચૂંટણી બોન્ડ સ્કીમ હેઠળ બોન્ડ ખરીદીને કોઈપણ રાજકીય પક્ષને દાન આપી શકાય છે. બોન્ડ કોઈપણ વ્યક્તિ, કંપની અથવા પેઢી દ્વારા ખરીદી શકાય છે. જો કે, વ્યક્તિ ભારતીય નાગરિક હોવી જોઈએ અથવા કંપની ભારતમાં સ્થિત હોવી જોઈએ. તેનો હેતુ રાજકીય પક્ષોને દાન આપવાનો છે.
COMMENTS