બેગમપુરાના માસુમપીર કબ્રસ્તાન નજીક હાંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ. બે દિવસ પૂર્વે થયેલા ઝઘડામાં હનીફ હાસોટી નામન
બેગમપુરાના માસુમપીર કબ્રસ્તાન નજીક હાંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ.
બે દિવસ પૂર્વે થયેલા ઝઘડામાં હનીફ હાસોટી નામના યુવાનને મોહલ્લામાં રહેતા જ એક પરિવારના દાદાભાઈ ફણીવાલા, આરીફ, અયાન, એજાજ, અને રિઝવાન નામના માથાફરેલા ગુંડાઓએ માસુમ પીર કબ્રસ્તાન નજીક આતર્યો હતો અને હનીફ હાંસોટી પર તુટી પડ્યા હતા.
અણધાર્યા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે રાત્રે તેનું અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યારાઓ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી દીધી છે.
COMMENTS