સુપ્રીમ કોર્ટે ગઈકાલે 11 દોષિતોને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપયો હતો, અને બે સપ્તાહમાં જેલમાં મોકલવાનો આદેશ છે, પણ તેઓ ઘરે નથી. ગામના ઘરે તાળા લાગ્યા
સુપ્રીમ કોર્ટે ગઈકાલે 11 દોષિતોને ફરી જેલમાં મોકલવાનો આદેશ આપયો હતો, અને બે સપ્તાહમાં જેલમાં મોકલવાનો આદેશ છે, પણ તેઓ ઘરે નથી. ગામના ઘરે તાળા લાગ્યા હોવાની વાતો વહેતી થઈ છે.
સુપ્રીમ કોર્ટે બિલ્કીસ બાનો કેસના તમામ આરોપીઓને જેલમાં પાછા મોકલવાનો આદેશ આપ્યો છે. કોર્ટે સરકાર પર પોતાની સત્તાનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે સર્વોચ્ચ અદાલતે સોમવારે 2002 ના રમખાણો દરમિયાન બિલકિસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાના કેસમાં 11 દોષિતોને માફી આપવાના રાજ્ય સરકારના નિર્તયને ઉલટાવ્યો હતો. તેમજ તમામ ગુનેગારોને એ સપ્તાહમાં જેલ હવાલે કરવા સૂચના આપવામાં આવી હતી.
હવે એવી વાતો વહેતી થઈ છે કે, ગુનેગારો વિશે કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ તેમના ઘરે નથી અને ગામડાઓમાં તેમના ઘરોને તાળા મારી દેવામાં આવ્યા છે. એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ રણધિકપુર અને સિંગવડ ગામમાં દોષિતોના ઘરોને તાળા મારી દેવામાં આવ્યા છે અને એક પોલીસકર્મી સુરક્ષા પર તૈનાત છે. બિલ્કીસ બાનોના 11 દોષિતોમાંથી ઓછામાં ઓછા નવ આ ગામોમાં રહે છે. હવે તેઓ બધા ‘ગુમ’ થયા હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર સુપ્રિમ કોર્ટના ચૂકાદાના કલાકો પછી દોષિતોમાંથી એક પણ તેમના ઘરે મળ્યો નથી અને તેમના સંબંધીઓ પણ આ નવ ક્યાં ગયા તે અંગે મૌન હોવાનું કહેવાય છે. એવા સવાલો ઊઠી રહ્યા છે કે, તેઓ ગાયબ થઈ ગયા છે, બીજે રહેવા ગયા છે, ફરાર છે?
COMMENTS