દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી આર્મીમેન ગુમ થયો છે. રાઈફલમેન જાવેદ અહેમદ જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટમાં ફરજ પર છે અને ઈદની આસપાસ
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લામાંથી આર્મીમેન ગુમ થયો છે. રાઈફલમેન જાવેદ અહેમદ જમ્મુ અને કાશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટમાં ફરજ પર છે અને ઈદની આસપાસ રજા પર ઘરે આવ્યો હતો. જાવેદ આવતીકાલે પરત ફરીને ડ્યુટી જોઇન કરવાનો હતો.
ગઈકાલે સાંજે 6.30 વાગ્યાની આસપાસ જાવેદ બજારમાંથી કેટલીક વસ્તુઓ ખરીદવા માટે અલ્ટો કાર લઈને નીકળ્યો હતો. રાત્રે 9 વાગ્યા સુધી પરત ન આવતાં પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. કાર બજારની નજીક મળી આવી હતી અને અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે તેના પર લોહીના ડાઘ મળી આવ્યા હતા.
કાશ્મીર પોલીસે મામલો નોંધીને કેટલાક શંકાસ્પદ લોકોની ધરપકડ કરી છે.સુરક્ષા દળોએ 25 વર્ષીય સૈનિકની શોધ માટે તપાસ અભિયાન શરુ કરી દીધું છે.
સૈનિકના પરિવારજનોને શંકા છે કે આતંકવાદીઓ દ્વારા જાવેદનું અપહરણ કરવામાં આવ્યું છે. પરિવારજનોએ વીડિયો નિવેદન બહાર પાડીને તેની મુક્તિ માટે અપીલ કરી છે.
વીડિયોમાં જાવેદની શોકમગ્ન માતાને એવું કહેતા સાંભળવામાં આવે છે કે અમને માફ કરી દો. મારા દિકરા જાવેદને મૂક્ત કી દો. હું તેને સેનામાં કામ કરવા નહીં દઈશ. પિતા મોહમ્મદ ઐયુબ વાનીએ કહ્યું કે જાવેદ લદ્દાખમાં તૈનાત હતો. ઈદ બાદ તે ઘરે આવ્યો હતો અને આવતીકાલે ફરજ પર પરત ફરવાનો હતો. કાલે માર્કેટમાં સામાન ખરીદવા નીકળ્યો હતો. કેટલાક લોકએ તેને અટકાવ્યો અને અપહરણ કરી લીધું. હું વિનંતી કરું છું કે મારા દિકરાને મૂક્ત કરી દો.
પાછલા કેટલાક સમયમાં રજા પર ઘરે આવેલા સૈનિકોનું આંતકીઓએ અપહરણ કરીને તેમની હત્યા કરવામાં આવી હતી.
COMMENTS