મુખ્તારના ભાઈ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત, જામીન પર મુક્ત કરવાનો આદેશ

HomeCountry

મુખ્તારના ભાઈ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી રાહત, જામીન પર મુક્ત કરવાનો આદેશ

માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અને ગાઝીપુરથી આઉટગોઇંગ બસપા સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં અફઝલ અં

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું,” લોકસભાની ચૂંટણીમાં કોઈપણ બૂથ પર વિપક્ષ પ્લસ ન હોવો જોઈએ”
PM મોદી બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે, એક સાથે 182 વિધાનસભા મત વિસ્તારના લોકોને સંબોધશે
ભરતપુર અકસ્માતઃ નેશનલ હાઈવે પર મોતનો તાંડવ,ભાવનગરથી આગ્રા જઈ રહેલા 12 લોકોનાં મોત

માફિયા મુખ્તાર અંસારીના ભાઈ અને ગાઝીપુરથી આઉટગોઇંગ બસપા સાંસદ અફઝલ અંસારીને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે.હાઈકોર્ટે ગેંગસ્ટર કેસમાં અફઝલ અંસારીની જામીન અરજી મંજૂર કરી છે.

આ સાથે કોર્ટે અફઝલ અંસારીને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. જો કે કોર્ટે સજા પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. જો સજા પર સ્ટે નહીં મૂકવામાં આવે તો સાંસદ સભ્યપદ પુનઃસ્થાપિત કરવામાં આવશે નહીં.

ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજા પર રોક લગાવવા અને જેલમાંથી જામીન પર મુક્ત થવાની માંગ સાથે આ અરજી દાખલ કરવામાં આવી હતી.આજે જસ્ટિસ રાજબીર સિંહની સિંગલ બેન્ચે આ મામલે ચુકાદો આપ્યો છે.

તમને જણાવી દઈએ કે અફઝલ અંસારીની લોકસભાની સદસ્યતા ૨૯ એપ્રિલે ગાઝીપુર કોર્ટે ગેંગસ્ટર કેસમાં ૪ વર્ષની સજાના કારણે રદ્દ કરી દીધી હતી.અફઝલ અંસારી આ દિવસોમાં જેલમાં છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0