કોંગ્રેસની 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, વાયનાડથી રાહુલ ગાંધી, રાજનંદગાંવથી ભૂપેશ બઘેલ 

HomeCountryPolitics

કોંગ્રેસની 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, વાયનાડથી રાહુલ ગાંધી, રાજનંદગાંવથી ભૂપેશ બઘેલ 

આગામી સાત દિવસમાં 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ શકે છે. પરંતુ તે પહેલા રાજકીય તાપમ

ગાડીઓમાં વધુ મુસાફરો બેસાડનારને થશે ‘ઓન ધ સ્પોટ’ ભારે દંડઃ જાહેરનામાની તૈયારી
કેરળમાં પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટમાં એકનું મોત, 20થી વધુને ઈજા, CM વિજયને સર્વપક્ષીય બેઠક બોલાવી
ભારતમાં વિવિધ ધર્મોની વચ્ચે ઈસ્લામનુ અનોખું અને ગૌરવનું સ્થાન: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ

આગામી સાત દિવસમાં 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ શકે છે. પરંતુ તે પહેલા રાજકીય તાપમાન વધી ગયું છે. તમામ પક્ષો ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં વ્યસ્ત છે. ભાજપે 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે.આ ઉપરાંત અનેક પ્રાદેશિક પક્ષોએ પણ યાદી જાહેર કરી છે. દરમિયાન શુક્રવારે કોંગ્રેસે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. આ યાદીમાં 39 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે, જેમાં રાહુલ ગાંધી, ભૂપેશ બઘેલ જેવા મોટા નેતાઓના નામ સામેલ છે.

કેસી વેણુગોપાલે પત્રકાર પરિષદમાં ઉમેદવારોની યાદી જાહેર કરી. ઉમેદવારોના નામની જાહેરાત કરતા તેમણે કહ્યું કે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે, ભૂપેશ બઘેલ રાજનંદગાંવથી ચૂંટણી લડશે. પાર્ટીની પ્રથમ યાદીમાં 15 સામાન્ય ઉમેદવારો અને 24 SC-ST અને OBC કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે. ઉપરાંત, એવા 12 ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે.

જાણો કઈ બેઠક પરથી કયો ઉમેદવાર

-રાજનાંદગાંવ સીટથી ભૂપેશ બઘેલ
-મહાસમુંદ બેઠક પરથી થમ્રધ્વજ સાહુ
-કોરબા બેઠક પરથી જ્યોત્સના મહંત
કર્ણાટક (બેંગલોર ગ્રામીણ) બેઠક પરથી ડીકે સુરેશ
-શશિ થરૂર ત્રિવેન્દ્રમ બેઠક પરથી
-તિરુસુર બેઠક પરથી કે મુરલીધર
-શશિ થરૂર તિરુવનંતપુરમ સીટથી
અલપ્પુઝા સીટથી કેસી વેણુગોપાલ
-ત્રિપુરા પશ્ચિમ બેઠક પરથી આશિષ કુમાર સહાય

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0