લિંબાયત ઝોનમાં રેલવે બાયપાસની સંપાદિત જમીન પર થઈ રહેલા ખેલ અંગે સ્થાનિક સામાજિક કાર્યકર અને પ્રતાપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી ઈજનેર વેસ્ટર્ન રેલ
લિંબાયત ઝોનમાં રેલવે બાયપાસની સંપાદિત જમીન પર થઈ રહેલા ખેલ અંગે સ્થાનિક સામાજિક કાર્યકર અને પ્રતાપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી ઈજનેર વેસ્ટર્ન રેલવે,કલેક્ટર,પોલીસ કમિશનર અને મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કરી લેન્ડગ્રેબિંગ એક્ટ સહિતની અન્ય કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
પ્રતાપ ચેરિટેબલ ટ્રસ્ટનાં ભોલા પ્રસાદ પાંડેએ કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે સાઉથ ઈસ્ટ ઝોન (લિંબાયત)માં ટીપી-51 બ્લોક નંબર321,322, 337 338, 323, 367,369,576,502,271,315,512, 506, 504, 333, 273 નંબરવાળી જમીન વેસ્ટર્ન રેલવેએ બાયપાસ લાઈન હેતુના કારણે 1995માં સંપાદન હેઠળ લીધી હતી. તમામ જમીન સરકારી નીતિ નિયમો સાથે વળતર આપીને સંપાદિત કરવામાં આવી હતી. ત્રણ રેલવે લાઈન નાંખવા માટેની કામગીરી પણ કરવામાં આવી છે.
રેલવે કપાતમાં ગયેલી જમીન પર સુરત મહાનગરપાલિકા અને ડીજીવીસીએલના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા જમીન પર કબ્જો જમાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અધિકારીઓ સાથે બિલ્ડરોની પણ સાંઠગાંઠ હોવાની સીધી આશંકા હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવાયું છે કે આકારણી અધિકારીએ પણ નિયમોની ઐસી તૈસી કરી આકારણી કરી દીધી અને જેસીબી મશીન દ્વારા જમીનને સમથળ કરવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનું સ્થળ પર મુલાકાત લેતા જણાઈ આવી રહ્યું છે.
સાઉથ ઈસ્ટ ઝોનનાં કાર્યપાલક ઈજનેર વિપુલ, ડેપ્યુટી ટાઉન પ્લાનર જેબી રાઠોડ, આસિ.ટાઉન પ્લાનર દીપક રાવલ,આકારણી આધિકારી દીપક રાઠોડ, ડીજીવીસીએલ-ડીંડોલીનાં ડેપ્યુટી ઈજનેર દિપક ગોહીલ, એસએમસીના હાઉસિંગ વિભાગનાં જિજ્ઞેશની સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.
ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે સંપાદન હેઠળની જમીનને બિલ્ડરને વેચી મારવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને સમગ્ર પ્રકરણની તપાસ કરી તમામની સામે ગુનો દાખલ કરી એફઆઈઆર નોંધવાની માંગ કરવામાં આવી છે.
COMMENTS