પહેલી જાન્યુઆરીથી નાની બચતના વ્યાજદરોમાં થઈ શકે વધારો

HomeCountryBusiness

પહેલી જાન્યુઆરીથી નાની બચતના વ્યાજદરોમાં થઈ શકે વધારો

મોદી સરકાર ટૂંક સમયમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારા અંગે નિર્ણય લઈ શકે છે. આ સંદર્ભમાં નાણા મંત્રાલય નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ ના ચોથા ક્વાર્ટર (જાન

“એક દિવસ એવો આવશે જ્યારે પેટ્રોલ-ડીઝલ પંપ નહીં હોય”: નીતિન ગડકરી
ગોધરાકાંડમાં ટ્રેનમાં આગ લગાડનાર ત્રણ અપરાધીઓની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
મોદી સરકારનો સપાટો, 52 લાખ નકલી સિમ કાર્ડ બંધ, 67 હજાર વ્હોટ્સએપ બ્લોક, ડીલરોનું પોલીસ વેરિફિકેશન ફરજિયાત

મોદી સરકાર ટૂંક સમયમાં નાની બચત યોજનાઓના વ્યાજદરમાં વધારા અંગે નિર્ણય લઈ શકે છે. આ સંદર્ભમાં નાણા મંત્રાલય નાણાકીય વર્ષ ર૦ર૩-ર૪ ના ચોથા ક્વાર્ટર (જાન્યુઆરીથી માર્ચ) માટે વ્યાજ દરોની સમીક્ષા કરશે. વધેલા દરો ૧ જાન્યુઆરી, ર૦ર૪ થી લાગુ થશે. સરકાર દર ત્રણ મહિને નાની બચત યોજનાઓના વ્યાજ દરોની સમીક્ષા કરે છે. છેલ્લી વખત ૩૦ સપ્ટેમ્બરના માત્ર બે સ્કીમ પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે અન્ય કેટેગરીની સ્કીમ્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. આવી સ્થિતિમાં આશા છે કે આ વખતે બાકીની યોજનાઓમાં વધારા અંગે નિર્ણય લેવામાં આવી શકે છે.

હાલમાં સરકાર પોસ્ટ ઓફિસ સેવિંગ્સ, પીપીએફ, સુકન્યા, સિનિયર સિટીઝન, નેશનલ સર્ટીફિકેટ સહિત કુલ ૧ર પ્રકારની નાની બચત યોજનાઓ ચલાવી રહી છે. ગત્ વખતે આમાંથી મોટાભાગની બચત યોજનાઓના વ્યાજ દરો સ્થિર રાખવામાં આવ્યા હતાં. માત્ર પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝિટ સ્કીમનો વ્યાજ દર ૬.પ થી વધારીને ૬.૭ ટકા કરવામાં આવ્યો હતો. પહેલી એપ્રિલ-ર૦ર૦ પહેલા દેશમાં પીપીપીનો વ્યાજ દર ૭.૯ ટકા હતો. કોરોના સમયગાળા દરમિયાન સરકારે એપ્રિલ-સપ્ટેમ્બર ર૦ર૦ ક્વાર્ટરમાં ઘણી બચત યોજનાઓના વ્યાજ દરોમાં સુધારો કર્યો હતો અને તેમાં ઘટાડો કર્યો હતો. ત્યારથી પીપીપીએફનો વ્યાજ દર ૭.૧ ટકા પર યથાવત્ છે. વચ્ચેના સમયગાળામાં વ્યાજ દરોમાં ઘણાં સુધારા થયા હતાં, પરંતુ પીપીએફમાં કોઈ ફેરફાર થયો નથી.

એવું માનવામાં આવે છે કે આ વખતે સરકાર લગભગ ચાર વર્ષ પછી પીપીએફના વ્યાજ દરમાં વધારો કરી શકે છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પીપીએફના વ્યાજ દરમાં વધુ વધારો ન થવાનું મુખ્ય કારણ એ છે કે આ સ્કીમમાં ટેક્સ પછીનું વળતર વધારે છે. સૌથી વધુ ટેક્સ બ્રેકેટના કિસ્સામાં, તે લગભગ ૧૦.૩ર ટકા સુધી પહોંચે છે. આને ધ્યાનમાં રાખીને વ્યાજ દરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. નાણા મંત્રાલય દરેક ત્રિમાસિક માટે દરો જાહેર કરે છે. નાની બચત યોજનાઓ સિવાય બેંકો, રિઝર્વ બેંકના રેપોરેટના આધારે એફડી પરના દરો પોતાની રીતે નક્કી કરે છે.

નાની બચત યોજનાઓનો હેતુ સામાન્ય લોકોને બચત કરવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. ઉપરાંત માસિક આવક યોજના અને વરિષ્ઠ નાગરિક થાપણ યોજના દ્વારા નિયમિત આવકનો સ્ત્રોત પ્રદાન કરવાનો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1