સુરતના પ્રખર સમાજસેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશભાઈ બારોટની ઝેડઆરયુસીસીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. વર્ષ 2008થી 2014 દરમિયાન આ પદ
સુરતના પ્રખર સમાજસેવી અને બ્રહ્મભટ્ટ સમાજના ટ્રસ્ટી એવા કલ્પેશભાઈ બારોટની ઝેડઆરયુસીસીના સભ્ય તરીકે વરણી કરવામાં આવી છે. વર્ષ 2008થી 2014 દરમિયાન આ પદની શોભા વધારી ચુકેલા કલ્પેશભાઈને ફરીથી આજ પદ પર નિયુક્ત કરવામાં આવતા સમાજમાં હર્ષની લાગણી પ્રસરી ગઈ છે. તેમની વરણીથી રેલવેના વણઉકેલ્યા પ્રશ્નોને વાચા મળશે એવી લાગણી વ્યક્ત કરતાં સુરતના રહીશોએ અભિનંદન પાઠવ્યા છે.
તેમની વરણીને બ્રહ્મભટ્ટ સમાજે આવકારી છે.
કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ZRUCC કમિટી માં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી સુરત નિવાસી શ્રી કલ્પેશ ભાઈ બારોટની બે વર્ષ માટે મેમ્બર તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ સમાચારથી આખા સુરત શહેરમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. દરેક સમાજમાં સારી છબી ધરાવનાર કલ્પેશભાઈ બારોટ વર્ષોથી જનતાનો અવાજ ઉઠાવતા આવ્યા છે.
આ સુખદ સમાચાર સાંભળીને સુરત શહેરના દરેક સમાજના અગ્રણીઓએ કલ્પેશભાઈ બારોટને અભિનંદન પાઠવ્યા હતા. અભિનંદન પાઠવનારાઓમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ શ્રી ધનસુખ રાજપૂત, રિષી રાજપૂત, અવધેશ સિંહ, રાજસ્થાની સમાજના અગ્રણી શ્રી અશોક કોઠારી, બળવંત જૈન, ઓમ પ્રકાશ ગોયલ, મહારાષ્ટ્રીયન સમાજના અશોક પિમ્પલે, સીએમ સોનવણે, ઓરિસ્સા સમાજના ક્રિષ્ના સાહુ, અભિમન્યુ સાહુ, ઓબીસી સમાજના શ્રી ડીએલ પટેલ, ધર્મેશ મિસ્ત્રી, વિશાલ પ્રજાપતિ, દલિત સમાજના શ્રી જયેશભાઈ કંથારિયા, હિરેન કંથારિયા, કલ્પેશભાઈ રાણા, આશાબેન સોનાવિયા, સનમુખભાઈ વાળંદે અભિનંદન પાઠવ્યા હતા.
COMMENTS