સુરતના BRTS રુટ પર થઈ રહેલાં અક્સ્માતોને લઈ સુરત મહાનગરપાલિકા સાબદી બની ગઈ છે. તાબડતોડ એક્શનમાં આવી સરુત મહાનગરપાલિકાએ સખત નિયમો બનાવ્યા છે. સુરત
સુરતના BRTS રુટ પર થઈ રહેલાં અક્સ્માતોને લઈ સુરત મહાનગરપાલિકા સાબદી બની ગઈ છે. તાબડતોડ એક્શનમાં આવી સરુત મહાનગરપાલિકાએ સખત નિયમો બનાવ્યા છે.
સુરત મહાનગરપાલિકાએ પત્રકાર પરિષદમાં BRTS રુટ પર થઈ રહેલા અક્સ્માતોને લઈ માહિતી આપી હતી. આ માહિતી અનુસાર હવેથી અકસ્માત થશે તો ડ્રાઈવર કન્ડટર સહિત ઈજારદાર સામે ફોજદારી કાર્યવાહી કરવા સુધીના પગલા ભરવાની નીતિ બનાવવામાં આવી છે. ઝીરો એક્સ્ટન્ડ પોલિસી હેઠળ નવા નિયમોને અંતિમરુપ આપી પત્રકારોને વિગતો આપવામાં આવી છે.
પાલિકાના નિયમો….
- ડ્રાઈવર અને કન્ડકટરની લાયકાત નક્કી કરવી
- વિજિલન્સની ટીમને બ્રેથ એનેલાઈઝર દ્વારા ડ્રાઈવર અને કન્ડકટરની તપાસ કરી રોજબરોજનો રિપોર્ટ બનાવી જવાબદાર અધિકારી મારફત રજૂ કરવો.નશાની હાલતમાં પકડાય તો પોલીસ ફરિયાદ કરવી.
- કર્મચારીઓને ઓછા પગાર આપવા માટે જવાબદાર સામે કાર્યવાહી કરવી.
- ચોરી, ટિકિટ નહીં આપવી, મારપીટ કરવા જેવી બાબતો ધ્યાને આવતા ડ્રાઈવર, કન્ડક્ટર અને એજન્સી સામે પોલીસ કાર્યવાહી કરવી.
- ડ્રાઈવર-કન્ડક્ટરના સાત દિવસમાં મેડિકલ ફિટનેના સર્ટિફિકેટ યોદ્ય ચાર્જ વસુલી સ્મીમેર હોસ્પિટલના જવાબદાર નિયત ડોક્ટર પાસેથી મેળવી રજૂ કરવું.
- સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી હાલનું કેરેક્ટર સર્ટિફેકેટ સાત દિવસમાં રજૂ કરવું.
- બસમાં કઈ કઈ સુવિધા-સૂચના હોવી જોઈએ તેનું ચેકલિસ્ટ બનાવવું. જવાબદાર અધિકારીની સહીથીદર માસે ચકાસણી કરી તેનો રિપોર્ટ કરવો.
- બસનાં ટેન્ડરોની શરતોની ચકાસણી કરવી.
- જે બસમાં ડિઝીટલ બોર્ડ નછી ચાલતા તેને તાકીદે ચાલુ કરવા,
- વિજિલન્સ ટીમની તપાસમાં જો કોઈ પણ ટિકિટ વિના મુલાકાતી મળે તો માત્ર કન્ડક્ટર જ નહીં પરંતુ એજન્સી સામે પણ સુરત મહાનગરપાલિકા નાણાકીય ઉચાપત જેવી પોલીસ ફરિયાદ નોંધી પરમેનન્ટલી ટર્મિનેટ કરવામાં આવશે.
- મીટીંગમાં લાગત એજન્સીઓના મુખ્ય જવાબદાર વ્યક્તિ હાજર ન રહેતા તેઓને શો-કોઝ નોટીસ આપી ખુલાસો માંગવો તેમજ બ્લેક લિસ્ટ કરવાની કાર્યવાહી કરવી.
- હવે ભવિષ્યમાં નાના-મોટા એક્સિડન્ટ થશે તો ડ્રાઈવર સહિત એજન્સી પર ગુનો દાખલ થશે.
- ક્રોસિંગમાં સ્પીડ લિમિટ 0 થવી જોઈએ. તેમજ સ્પીડ લિમિટ નક્કી કર્યા મુજબ જ બસ ચાલે ચે મુજબ મોનિટરીંગ કરવું.
- બસ સ્ટોપ સિવાય ક્યાંય પેસેન્જરને ઉતારવા નહીં,
- ભવિષ્યમાં કોઈ પણ ઘટના બને તો કેશ ટુ કેશ સહાય કંપનીના બીલમાંથી ચૂકવવામાં આવશે.
- એક્સિડન્ટ કરનાર કોઈ પણ ડ્રાઈવરના લાયસન્સ માટે મહાનગરપાલિકા તરફથી કાર્યવાહી કરવામાં આવશે.
- એક વર્ષમાં BRTS તથા સિટીલિંકમાં મોબાઈલ-પૈસા ચોરી, મારામારીના ગુનાઓની પોલીસ સ્ટેશનમાંથી માહિતી મેળવી કાર્યવાહી કરવી.
મેયર દક્ષેસ માવાણી, સ્થાયી સમિતિ અધ્યક્ષ રાજન પટેલ, શાસક પક્ષના નેતા શશીબેન ત્રિપાઠી, જાહેર પરિવહન સમિતિના ચેરમેન સોમનાથ મરાઠેની હાજરીમાં મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે અધિકારીઓ અને બસ ઓપરેટર કોન્ટ્રાક્ટરો સાથે લાંબી ચર્ચા કરી નવા નિયમો બનાવ્યા છે.
COMMENTS