કૂતરા પાળનારાઓ સાવધાન: કૂતરાઓને ખાવાનું આપતા વ્યક્તિને ગુજરાત હાઈકોર્ટે ફટકારી આવી સજા

HomeGujarat

કૂતરા પાળનારાઓ સાવધાન: કૂતરાઓને ખાવાનું આપતા વ્યક્તિને ગુજરાત હાઈકોર્ટે ફટકારી આવી સજા

જો તમે પણ તમારી સોસાયટીના કૂતરાઓને ખાવાનું આપો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. હાલમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં કૂતરાઓની લડાઈનો મામલો ગુજરાત હા

જમ્મુ-કાશ્મીરમાંથી કલમ- 370 હટાવવાના કેન્દ્રના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે લગાવી મહોર
ઉત્તર ભારતમાં ભારે વરસાદ પછી ભૂસ્ખલનના કારણે સર્જાઈ તારાજીઃ બદ્રીનાથ હાઈ-વે બંધ
‘એ જ સામાન ખરીદો જેમાં દેશવાસીએ પરસેવો પાડ્યો હોય’, જાણો PM મોદીએ ‘મન કી બાત’માં બીજું શું કહ્યું

જો તમે પણ તમારી સોસાયટીના કૂતરાઓને ખાવાનું આપો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. હાલમાં અમદાવાદના પાલડી વિસ્તારમાં કૂતરાઓની લડાઈનો મામલો ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો છે. જેમાં અન્ય રહીશોએ પાડોશી કૂતરાને ખવડાવતા હોવાની ફરિયાદ કરી હતી.

રહીશોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી

સોસાયટીના કૂતરાઓથી પરેશાન પાલડીના રહેવાસીઓએ તેમના પડોશીઓને સમજાવ્યા. જ્યારે તેઓ આ વાત પણ ન માનતા ત્યારે રહીશોએ એક થઈને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. કૂતરાઓને ખોરાક આપવાથી બાળકો, વૃદ્ધો અને મહિલાઓને તકલીફ પડી. પોલીસે ખોરાક આપનાર વ્યક્તિને સમજાવીને સમાધાન કરાવ્યું પરંતુ તેઓ માન્યા નહીં. આ પછી, ત્યાંના રહેવાસીઓએ કાર્યવાહી કરી અને તેના જવાબમાં, ગુજરાત હાઇકોર્ટે કૂતરાઓને ખવડાવનારાઓને સજા ફટકારી છે.

કુતરાઓને ખવડાવનાર પાડોશીને સોસાયટી સાફ કરવાની સજા

સોસાયટીમાં કુતરાઓને ખવડાવવા અને રહીશોને મુશ્કેલીમાં મુકવાના મામલે ગુજરાત હાઈકોર્ટે અનોખો નિર્ણય લીધો છે. હાઈકોર્ટે કુતરાઓને ખવડાવનાર વ્યક્તિને 3 દિવસ માટે સોસાયટી સાફ કરવાની સજા ફટકારી છે અને કોર્પોરેશનના વોર્ડ કર્મચારીને પણ સોસાયટીની સફાઈ કરવાની સજા ફટકારી છે.

સોસાયટીના રહીશોએ વર્ણવી હતી મુશ્કેલીઓ

સોસાયટીના રહીશો દ્વારા શ્વાનને ખવડાવવાથી સોસાયટીના અન્ય રહીશો જેમ કે બાળકો અને વૃદ્ધોની મુશ્કેલી વધી રહી છે. રહીશોના પ્રશ્નોનો વહેલી તકે નિરાકરણ કરવામાં આવે તેવી તેમની માંગ છે. જો કે હાઈકોર્ટની આ સજા બાદ હવે કુતરાઓને ખવડાવનારાઓ જાગૃત થઈ જશે તેવી આશા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0