ઉત્તર ભારતમાં સર્જાયેલા ભારે વરસાદ પછી ભૂસ્ખલનની ઘટનાઓ વધતા તારાજી સર્જાઈ રહી છે. ચમોલીમાં ભૂસ્ખલન થયું છે અને બદ્રીનાથ હાઈ-વે બંધ કરવો પડ્યો છે. આ ક
ઉત્તર ભારતમાં સર્જાયેલા ભારે વરસાદ પછી ભૂસ્ખલનની ઘટનાઓ વધતા તારાજી સર્જાઈ રહી છે. ચમોલીમાં ભૂસ્ખલન થયું છે અને બદ્રીનાથ હાઈ-વે બંધ કરવો પડ્યો છે. આ કારણે જનજીવન પર માઠી અસર પડી છે અને અનેક હાઈ-વેઝ સહિતના માર્ગો ધોવાઈ ગયા છે.
ઉત્તર ભારતમાં છેલ્લા કટલાક દિવસથી ભારે વરસાદને કારણે ભૂસ્ખલાનની ઘટનાબની રહી છે, ત્યારે આજે વધુ એક આવી જ ઘટના ચમોલીમાં બની છે. ભૂસ્ખલનને કારણે ફરી એકવાર બદ્રીનાથ નેશનલ હાઈ-વે બંધ કરવો પડ્યો હતો. આ સિવાય ભારે વરસાદને પગલે અનેક રસ્તાઓ તૂટી ગયા છે જેના પગલે વાહન વ્યવહાર ખોરવાયો છે. ઉત્તરાખંડની સાથે હિમાચલ પ્રદેશ, હરિયાણા અને દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં વરસાદે તારાજી સર્જી છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં અવિરત વરસાદને પગલે પીપલકોટીમ નજીક હાઈ-વે પર પહાડી પરથી પથ્થરો પડ્યા પછી બદ્રીનાથ હાઈ-વે બંધ કરવામાં આવ્યો હતો. ઉત્તરાખંડમાં પાગલનાલા, ગુલાબકોટી અને હેલાંગ સહિત અન્ય ઘણાં સ્થળોએ પણ હાઈ-વેને નુક્સાન થયું છે. ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ઘણી તબાહી થઈ છે. જુદા જુદા રાજ્યોમાં ક્યાંક પુલ તૂટી રહ્યા છે, તો ક્યાંક ભુસ્ખલનની ઘટનાઓ બની રહી છે. ઉત્તરાખંડઅને હિમાચલમાં ભરે વરસાદથી જનજીવનને સૌથી વધુ અસર થઈ છે. છેલ્લા ર૪ કલાકથી ઉત્તર ભારતના ઘણાં રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે.

બીજી તરફ ઉત્તરાખંડના પૌડી જિલ્લામાં બુધવારે ૩ લોકો નદીમાં તણાઈ ગયા હતાં. ગંગોત્રી, યમુનોત્રી અને રૃદ્રપ્રયાસ હાઈ-વે પણ બંધ છે. ચમોલી સહિત અનેક જિલ્લાઓમાં આજે શાળાઓ બંધ રહેશે. હિમાચલ પ્રદેશમાં ભૂસ્ખલન અને ૧૧૮૯ રસ્તાઓ બંધ થવાને કારણે લગભગ ર૦,૦૦૦ પ્રવાસીઓ અટવાયા છે. તેઓ એવા વિસ્તારોમાં ફસાયેલા છે જ્યાં વીજળી નથી અને ફોન નેટવર્ક પણ નથી. ર૪ જૂનથી રાજ્યમાં ૯૧ લોકોના મોત થયા છે. પ૧ જગ્યાએ ભૂસ્ખલન થયું છે અને ૩ર જગ્યાએ પૂર આવ્યું છે. મુખ્યમંત્રીએ તેને પ૦ વર્ષમાં રાજ્યની સૌથી મોટી દુર્ઘટના ગણાવી છે.
ભારતીય હવામાન વિભાગ દ્વારા આજે કેટલાક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે. આઈએમડી એ હિમાચલ, ઉત્તરાખંડ, બિહાર અને દિલ્હી માટે વરસાદની ચેતવણી જાહેર કરી છે. આ સિવાય સરકારે તેના અધિકારીઓને પણ એલર્ટ રહેવા માટે સૂચના આપી છે. આ ઉપરાંત હરિયાણામાંથી પાણી છોડવાને કારણે દિલ્હીમાં યમુનાનું જળસપાટી રેકોર્ડ મીટરે પહોંચી ગઈ હોવાથી શહેરના અનેક વિસ્તારમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યરે આજે બપોરે ૧ર વાગ્યે એલજી એ ડીડીએમએની બેક બોલાવી છે.


COMMENTS