ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી, સુરતના માંગરોળમાં લમ્પીથી પંદર પશુના મોત

HomeGujarat

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી, સુરતના માંગરોળમાં લમ્પીથી પંદર પશુના મોત

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત બાદ હવે સુરતના માંગરોળમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો

“મુસ્લિમો પહેલા હિન્દુ હતા, અમે કન્વર્ટ થયા”: ગુલામ નબી આઝાદ
‘વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024’ને ખુલ્લો મૂકતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, 15 લાખથી વધુ ફૂલ-છોડ આકર્ષણનું કેન્દ્ર
પીએમ મોદી અમારા સ્ટાર પ્રચારક છે, માત્ર તેઓ જૂઠ બોલવાનું બંધ કરે: કોંગ્રેસ

ગુજરાતમાં ફરી એકવાર લમ્પી વાયરસની એન્ટ્રી થતા પશુપાલકો ચિંતિત બન્યા છે. સૌરાષ્ટ્ર અને ઉતર ગુજરાત બાદ હવે સુરતના માંગરોળમાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે. માંગરોળના વેરાકુઈ ગામમાં લમ્પીથી એકસાથે ૧૫ પશુઓના મોત થયા હતા. રહી રહીને પશુપાલન વિભાગ હરકતમાં આવતા ગ્રામજનોમાં રોષ ફેલાયો હતો. દુધાળા તેમ જ બળદ, વાછરડા અને ગાયોના મોત થતા પશુપાલકોની હાલત કફોડી બની છે. લમ્પી વાયરસને કાબૂમાં લેવા માટે સુમુલ ડેરીના વેટનરી વિભાગે વેક્સિનેશનની કામગીરી હાથ ધરી હતી.

પશુપાલકોનો આરોપ છે કે, વેક્સીનેશન માટે વપરાતી સોયથી જ અન્ય પશુઓનેઓને પણ રસીકરણ કરવામાં આવે છે. જેથી બીજા પશુઓને ચેપ લાગી શકે છે. જો કે બીજી તરફ પશુપાલન વિભાગના અધિકારીએ પોતે સુમુલ ડેરી સાથે સંકલન બાદ કામગીરી કરી હોવાનો લુલો બચાવ કર્યો. પોતાની નિષ્ક્રિયતાને છુપાવવા જવાબદારીમાંથી છટકયા હતા અને પોતે કામગીરી કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. જોકે બીજી તરફ ૧૫ જેટલા પશુઓના મોત નિપજી ચુકયા છે. હવે પશુપાલકો પોતાના આજીવિકા સમાન પશુઓને બચાવવા મથામણ કરી રહ્યા છે. સરકાર દ્રારા સહાય ચુકવવામાં આવે તેવી પશુપાલકોએ સ્થાનિકોને માગ કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0