યમુના પછી ગંગા નદી ઉફાણેઃ વારાણસી-પ્રયાગરાજના ડૂબ્યા ઘાટઃ વરસાદનું એલર્ટ

HomeCountryPolitics

યમુના પછી ગંગા નદી ઉફાણેઃ વારાણસી-પ્રયાગરાજના ડૂબ્યા ઘાટઃ વરસાદનું એલર્ટ

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે તે જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણાં જિલ્લાઓમાં ગંગા નદીનું જળસ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું

રજા પર ઘરે આવેલો કાશ્મીરનો સૈનિક ગુમ, આતંકીઓએ અપહરણ કર્યું હોવાની આશંકા
દિલ્હીમાં યમુના નદી રેકોર્ડબ્રેક જળસ્તરે વહેતા જનજીવન ઠપ્પઃ શાળાઓ બંધ
લોકસભામાં ઘુસણખોરી કરવા માટે બે પ્લાન બનાવાયા હતા, માસ્ટરમાઇન્ડ લલિતે પોતે પ્લાન A અને Bનો ખુલાસો કર્યો

દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત ઘટી રહ્યું છે તે જ સમયે ઉત્તરાખંડ અને યુપીના ઘણાં જિલ્લાઓમાં ગંગા નદીનું જળસ્તર હવે ખતરાના નિશાનની નજીક પહોંચી ગયું છે. રવિવારે હરિદ્વારમાં ગંગાનું જળસ્તર ર૯૩.૧પ મીટર નોંધાયું હતું, જ્યારે ખતરાના નિશાન ર૯૪ મીટર છે. નદીને અડીને અવોલા વિસ્તારોમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે. દેવપ્રયાગમાં ગંગા નદી ર૦ મીટર અને ઋષિકેશ પહોંચતા સુધીમાં ૧૦ સે.મી. વધી હતી. વારાણસી અને પ્રયાગરાજમાં ઘાટ ડૂબવા લાગ્યા છે. કેટલાક નાના મંદિરોમાં પાણી ભરાઈ ગયા છે.

બીજી તરફ દિલ્હીમાં આજે સવારે ૮ વાગ્યા સુધીમાં યમુનાનું જળસ્તર ર૦પ.પ મીટર પહોંચી ગયું હતું. છેલ્લા ત્રણ કલાકથી તે ર૦પ.૪પ ના સ્તર સુધી નોંધાયું હતું.

હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ર૪ કલાકમાં હિમાચલ, ઉત્તરાખંડ, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પૂર્વ રાજસ્થાન, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ મધ્યપ્રદેશ, ગુજરાત, ગોવા, મધ્યપ્રદેશ, તેલંગાણા, ઓડિશા, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટકમાં ભારે વરસાદ અને બિહાર, પશ્ચિમ બંગાળ, પંજાબ, સિક્કિમ, આસામ, મેઘાલય, આંધ્રપ્રદેશ, પુડ્ડુચેરીમાં વીજળીના ચમકારા સાથે હળવો વરસાદ થઈ શકે છે.

હિમાચલ પ્રદેશમાં પૂરના કારણે જેમના ઘર સંપૂર્ણપણે નાશ પામ્યા છે તેમને ૧ લાખ ૪પ હજાર રૃપિયા આપવામાં આવ્યા છે. તે જ સમયે જેમના ઘરોને નુક્સાન થયું છે તેમને ૧ લાખ રૃપિયા આપવામાં આવ્યા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદ અને પૂરના કારણે અત્યાર સુધીમાં ર૬ લોકોના મોત થયા છે.

ઉત્તર ભારતમાં એક તરફ અવિરત વરસાદ અને બીજી તરફ નદીઓના જળસ્તર વધવાને કારણે સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ પર્વતોમાં ફરી એકવાર ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે. આગ્રામાં યમુના નદી રવિવારે સવારે ખતરાના નિશાનને પાર કરી ગઈ. ૪પ વર્ષ પછી યમુનાનું પાણી તાજમહેલની દીવાલને સ્પર્શ્યું હતું.

દિલ્હીમાં યમુનાનું પાણીનું સ્તર નીચે આવ્યું છે, પરંતુ તે હજુ પણ ખતરાના નિશાન (ર૦પ.૩૩ મીટર) થી ઉપર વહી રહ્યું છે. ગઢમુક્તેશ્વરમાં પણ ગંગાનું જળસ્તર ૧૩ વર્ષ પછી પીળા નિશાનથી ઉપર છે. બ્રજઘાટમાં ગંગાનું પાણી આરતી સ્થળની નજીકની સીડીઓ પાસે પહોંચી ગયું છે. હિમાચલ પ્રદેશમાં પણ રવિવારે અનેક જિલ્લાઓમાં વરસાદ પડ્યો હતો.

હવામાન વિભાગની તાજેતરની આગાહીમાં રાજ્યના તમામ જિલ્લાઓમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. આ દરમિયાન કેટલાક સ્થળોએ વાદળ ફાટવા અને અચાનક પૂરની ચેતવણી જારી કરવામાં આવી છે. દિલ્હીમાં પણ ત્રણ દિવસ સુધી મધ્યમ વરસાદની આગાહી છે.

બીજી તરફ દિલ્હી ટ્રાફિક પોલીસે જણાવ્યું કે, પૂરની સ્થિતિમાં થોડો સુધારો થતાં ભૈરોન માર્ગ સહિત કેટલાક રસ્તાઓ ટ્રાફિક માટે ખોલી દેવામાં આવ્યા છે. દિલ્હીના બે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પાણી દૂર કરવામાં આવ્યું છે અને મશીનોને સૂકવવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો બધું બરાબર રહેશે તો આજથી પાણી પુરવઠો શરૃ થશે.

એનડીઆરએફ એ કહ્યું કે છેલ્લા ર-૩ દિવસમાં દિલ્હી-એનસીઆરના પૂર પ્રભાવિત વિસ્તારોમાંથી ૯૧ર પ્રાણીઓ સહિત ૬૩૪પ લોકોને બચાવી લેવામાં આવ્યા છે. બચાવેલા પ્રાણીઓમાં દેશનો સૌથી મોંઘો બળદ પ્રીતમ પણ સામેલ છે. તેની કિંમત લગભગ એક કરોડ રૃપિયા છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0