બિલ્કિસ બાનોના દોષિતોની મુક્તિ બાદ હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સુનાવણી થવાની છે, સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિતોને મુક્તિ આપવા સામે દાખલ કરવ
બિલ્કિસ બાનોના દોષિતોની મુક્તિ બાદ હવે આ મામલે સુપ્રીમ કોર્ટમાં ટૂંક સમયમાં સુનાવણી થવાની છે, સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિતોને મુક્તિ આપવા સામે દાખલ કરવામાં આવેલી અરજીઓની સુનાવણી માટે 7 ઓગસ્ટની તારીખ નક્કી કરવામાં આવી છે. છે. કોર્ટને કહેવામાં આવ્યું કે આ અંગે તમામ 11 દોષિતોને નોટિસ આપવામાં આવી છે. જે બાદ સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોને જવાબ દાખલ કરવા માટે કહ્યું છે.
આ મામલે જસ્ટિસ બીવી નાગરત્ન અને ઉજ્જલ ભુઈયાની બેંચે કહ્યું કે દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને તમામ દોષિતોને નોટિસ આપવામાં આવી છે. અમારું માનવું છે કે આ મામલે દલીલો પૂર્ણ થઈ ગઈ છે અને તમામને એક યા બીજા માધ્યમથી નોટિસ આપવામાં આવી છે. 9મી મેના રોજ સુપ્રીમ કોર્ટે ગુજરાતી અને અન્ય ભાષાઓ સહિત સ્થાનિક અખબારોમાં નોટિસો પ્રકાશિત કરવાનો નિર્દેશ આપ્યો હતો.
બિલ્કીસ બાનો ઉપરાંત, CPI(M) નેતા સુભાષિની અલી, સ્વતંત્ર પત્રકાર રેવતી લૌલ, લખનૌ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વાઇસ ચાન્સેલર રૂપ રેખા વર્મા સહિત અન્ય ઘણી PILs દોષિતોને આપવામાં આવેલી મુક્તિ સામે દાખલ કરવામાં આવી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ માફી અને મુક્તિ સામે પીઆઈએલ દાખલ કરી છે.
COMMENTS