ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1ના મોટા માર્જિનથી હરાવીને
ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1ના મોટા માર્જિનથી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ જીત સાથે ભારતે નવ વર્ષ બાદ આ ગેમ્સમાં હોકીમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. છેલ્લી વખત એશિયન ગેમ્સમાં ભારતે 2014ની ઇંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીત્યો હતો.
આ ઐતિહાસિક જીત સાથે ભારતીય પુરૂષ હોકી ટીમે આવતા વર્ષે પેરિસ ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું છે. ભારત તરફથી મનપ્રીત સિંહે 25મી મિનિટે, હરમનપ્રીત સિંહે 32મી અને 59મી મિનિટે, અમિત રોહિદાસે 36મી મિનિટમાં અને અભિષેકે 48મી મિનિટે ગોલ કર્યા હતા. જાપાન તરફથી એકમાત્ર ગોલ તનાકાએ 51મી મિનિટે કર્યો હતો. આ શાનદાર પ્રદર્શનના કારણે ભારતે એશિયન ગેમ્સમાં ચોથી વખત યલો મેડલ જીત્યો છે. ભારતીય ટીમે હવે 1966, 1998, 2014 અને 2023માં ગોલ્ડ મેડલ જીત્યા છે.
ભારતે 1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 1994, 2002 એશિયન ગેમ્સમાં નવ વખત સિલ્વર મેડલ અને 1986, 2010 અને 2018 એશિયન ગેમ્સમાં ત્રણ વખત બ્રોન્ઝ મેડલ જીત્યો છે. પાકિસ્તાને સૌથી વધુ આઠ વખત (1958, 1962, 1970, 1974, 1978, 1982, 1990, 2010) ગોલ્ડ જીત્યો છે. તે જ સમયે, ભારત અને દક્ષિણ કોરિયાએ ચાર-ચાર વખત અને જાપાને એક વખત ગોલ્ડ જીત્યો છે. ગોલ્ડ જીતવાની સાથે ભારતીય હોકી ટીમે 2024માં પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક માટે પણ ક્વોલિફાય કરી લીધું છે.
COMMENTS