હત્યાના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતી સુરતની કોર્ટ, એડવોકેટ વસીમ શેખે કરી હતી દલીલો

HomeGujarat

હત્યાના ગુનામાં ધરપકડ કરાયેલા આરોપીને જામીન આપતી સુરતની કોર્ટ, એડવોકેટ વસીમ શેખે કરી હતી દલીલો

સુરતના ચોકબજા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરવાનાં ઈરાદે આવેલા યુવાનને માર મારવામાં આવ્યા તેનું નિપજ્યું હતું. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીને સુરત

સાગરદાણ કેસમાં રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીને સાત વર્ષની સજા
ફૈઝાને સૈયદ ગાઝી રબ્બાની ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ફ્રી મેડીકલ કેમ્પનું આયોજન, હાડકના દર્દીઓએ મોટી સંખ્યામાં લાભ લીધો
અમદાવાદના શાહે આલમ રોઝાના ટ્રસ્ટમાં વહીવટદાર બદલવા માટે કરાઈ માંગ, સ્થાનિક રહીશોએ વક્ફ બોર્ડને કરી રજૂઆત

સુરતના ચોકબજા પોલીસ સ્ટેશનની હદમાં ચોરી કરવાનાં ઈરાદે આવેલા યુવાનને માર મારવામાં આવ્યા તેનું નિપજ્યું હતું. આ કેસમાં ધરપકડ કરવામાં આવેલા આરોપીને સુરતની એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા.

વિગત એવી છે કે ચોકબજાર પોલીસ સ્ટેશનની હદમાં 2022માં શૈલેષ કેશવલલાલ બોડાણાના મકાનમાં ચોરી કરવાના ઈરાદે દિપક મનોજ ડાભી ઘૂસ્યો હતો. હોબાળો થતાં એકત્ર થયેલા લોકો પૈકી પાંચ જણાએ ચોરી કરવા આવેલા યુવાનને માર માર્યો હતો. માર મારવામાં આવતા યુવાનનું મોત નિપજ્યું હતું. ચોક બજાર પોલીસે હત્યા ગુનો દાખલ કરી પાંચ યુવાનોની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ ફાઈલ કરી હતી.

એડવોકેટ વસીમ શેખ દ્વારા આ કેસમાં ધરપકડ કરાયેલા જલંધર ઉર્ફે અત ચંદેશ્વર સદા વતી કોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. એડવોકેટ વસીમ શેખની દલીલોને ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપીના 25 હજાર સહિત શરતો સાથે જામીન મંજુર કરવાનો હુકમ કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0