PM નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન ‘કમર મોહસીન શેખ’ કોણ છે? પાછલા 27 વર્ષથી બાંધે છે રાખડી

HomeCountry

PM નરેન્દ્ર મોદીની પાકિસ્તાની બહેન ‘કમર મોહસીન શેખ’ કોણ છે? પાછલા 27 વર્ષથી બાંધે છે રાખડી

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. બધા ભાઈ-બહેનો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. દેશભરની મહિલાઓથી લઈને સ્કૂલની છોકરીઓ પ

‘વન નેશન, વન ઈલેક્શન’ને લઈને કેન્દ્રનું મોટું પગલું, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં કમિટીની રચના
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ 21 જુલાઈએ કરશે સુનાવણી, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે બે વર્ષની સજા
કેરળ વિસ્ફોટ: અમિત શાહે CM વિજયન સાથે કરી વાત, NSGની ટીમ દિલ્હીથી રવાના થઈ

રક્ષાબંધનનો તહેવાર ભાઈ અને બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. બધા ભાઈ-બહેનો આ તહેવારની આતુરતાથી રાહ જોતા હોય છે. દેશભરની મહિલાઓથી લઈને સ્કૂલની છોકરીઓ પીએમ મોદીને રાખડી મોકલે છે. રક્ષાબંધનના અવસર પર, પીએમ નાની છોકરીઓને રાખડી બાંધવા લાવે છે, તેમને ટોફી ખવડાવે છે. પરંતુ, હવે અમે તમને જે વાત કહેવા જઈ રહ્યા છીએ તે તમારા હૃદયને સીધો સ્પર્શી જશે. કારણ કે આ સ્ટોરી પીએમ મોદીની પાકિસ્તાની બહેન કમર મોહસીન શેખની છે જેઓ છેલ્લા 27 વર્ષથી પોતાના ભાઈ મોદીને રાખડી બાંધી રહી છે.

કોણ છે કમર મોહસીન શેખ?

પીએમ મોદીની બહેન કમર મોહસીન શેખનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો પરંતુ તેના લગ્ન ગુજરાતના એક ભારતીય મોહસીન શેખ સાથે થયા છે, જે પીએમ મોદીના પ્રિય મિત્રોમાંના એક છે. ઘણા સમય પહેલા બંને મિત્રો એકબીજાના ઘરે આવતા હતા. PM મોદી જ્યારે તેમના મિત્રની પત્ની કમર શેખને પહેલીવાર મળ્યા ત્યારે તેમના મોંમાંથી પ્રશ્ન નીકળ્યો કે ‘બહેન કેમ છો?’ સામાન્ય રીતે લોકો તેમના મિત્રની પત્નીને નામથી અથવા ભાભી કહીને બોલાવે છે પરંતુ મોદી તેને બહેન કહેતા હતા જે કમરને ખૂબ ગમતી હતી. પછી પોતાના મનમાં આ લાગણી વસી ગઈ કારણ કે કમરને પોતાનો કોઈ ભાઈ નહોતો.

આ રીતે તે શરૂ થયો ભાઈ-બહેનનો નાતો

મોદી અને કમરની આ મુલાકાતના બે વર્ષ બાદ જ્યારે કમર તેના પતિ મોહસીન સાથે કોઈ કામ માટે દિલ્હી આવી હતી ત્યારે યોગાનુયોગ એ રાખીનો દિવસ હતો. ત્યારબાદ કમરે પીએમ મોદીને મળ્યા અને તેમને પૂછ્યું કે શું હું તમને રાખડી બાંધી શકું? આ સવાલ પછી તરત જ પીએમએ પોતાનું કાંડું લંબાવ્યું અને ત્યારથી રાખડીની પ્રક્રિયા શરૂ થઈ જે આજે પણ એ જ પ્રેમ અને વિશ્વાસ સાથે ચાલુ છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0