ગુજરાતમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના કયારે લાગુ થશે?NOPRUF દ્વારા કરાઈ માંગ

HomeGujarat

ગુજરાતમાં સરકારી અધિકારીઓ-કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના કયારે લાગુ થશે?NOPRUF દ્વારા કરાઈ માંગ

ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૦૪ થી જૂની પેન્શન યોજનાને બંધ કરી નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે. જેને ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦

અમદાવાદ, સુરતને પાછળ રાખી રાજકોટ રાજ્યનો સૌથી સમૃદ્ધ જિલ્લોઃ નીતિ આયોગ
વક્ફ બોર્ડની મુતવલ્લી કેટેગરીની ચૂંટણીમાં વડોદરાના એડ્વોકેટ તૌફીક વોરાનો ભવ્ય વિજય
ગુજરાતમાં મિશ્ર ઋતુની આગાહીઃ ઠંડીનું જોર ઘટ્યુંઃ આકાશ અંશતઃ વાદળછાયું રહેશે

ભારત સરકાર દ્વારા તા.૦૧/૦૧/૨૦૦૪ થી જૂની પેન્શન યોજનાને બંધ કરી નવી પેન્શન યોજના કર્મચારીઓ માટે લાગુ કરવામાં આવેલ છે. જેને ગુજરાત સરકાર દ્વારા તા.૦૧/૦૪/૨૦૦૫ ની અસરથી લાગુ કરવામાં આવેલ છે. તા.૦૧/૦૪/૨૦૦૫ કે તે પછી સરકારી નોકરીમાં દાખલ થનાર કર્મચારીઓ અને ફિક્સ પગારની નીતિના અનુસંધાને તા.૦૧/૦૪/૨૦૦૫ પહેલા નોકરીમાં દાખલ થનાર પરંતુ, તા.૦૧/૦૪/૨૦૦૫ કે તે પછી નિયમિત નિમણૂક મેળવનાર કર્મચારીઓને નિવૃત્તિ બાદ મળતુ આજીવન પેન્શન અને તેને સંલગ્ન કેટલાક લાભો બંધ કરી દેવામાં આવેલ છે. આ અંગે નોપ્રુફ દ્વારા સરકાર સમક્ષ જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે માંગ કરવામાં આવી છે.


નોપ્રૂફના ગુજરાત પ્રદેશ સલાહકાર મોહંમદ ઈકબાલ શેખ તેમજ પ્રદેશ સહમંત્રી ઉમેશ ગોહિલએ જણાવ્યું કે નવી પેન્શન યોજનામાં કર્મચારીના પગારની ૧૦% રકમની સામે સરકાર દ્વારા ૧૦% રકમ મળી કુલ રકમ NPS ફંડમાં જમા થાય છે. જે રકમ શેરબજાર અને મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવામાં આવે છે. જેથી કર્મચારીને નિવૃત્તિ સમયે મળવાપાત્ર રકમ નિશ્ચિત રહેતી નથી અને નિવૃત્તિ બાદ મળતી પેન્શનની અત્યંત નજીવી રકમમાં જીવન નિર્વાહ કરવું કે કુટુંબનું ભરણપોષણ કરવું ખૂબ જ મુશ્કેલી સભર અને દોહ્યલુ બને છે તથા કર્મચારી દારુણ સ્થિતિમાં પણ આવી જાય છે.
નવી પેન્શન યોજનાના ગેરલાભ શું છે?

નિવૃત્તિ સમયે મળનાર રકમની અનિશ્ચિતતા

નિવૃત્તિ બાદ મળતું નહીવત પેન્શન
-નિવૃત્તિ બાદ મળતા પેન્શન પર મોંઘવારી ભથ્થુ ન મળવાથી પેન્શનની નહીવત રકમમાં – -આજીવન કોઈ જ ફેરફાર ન થવો
-મેડીકલ એલાઉન્સ કે મેડીકલ બીલના ચુકવણાની જોગવાઈનો અભાવ
-શેર બજાર આધારિત હોવાથી કર્મચારીની મૂડી અને વળતરમાં અનિશ્ચિતતા
-આકસ્મિક સંજોગોમાં બચત (નાણા)ની જરૂરિયાત હોય તો ચોક્કસ સંજોગો સિવાય નાણા ન મળવા
દેશમાં ઘણા સંગઠનો સરકારને રજુઆતો કરી જુની પેન્શન યોજના પાછી લાગુ કરાવવા કાર્યરત છે. જેમાંનું એક નેશનલ ઓલ્ડ પેન્શન રેસ્ટોરેશન યુનાઈટેડ ફ્રન્ટ (NOPRUF) હેઠળ ઘણા સમયથી દેશ ના જુદા જુદા રાર્જ્યોમાં જુની પેન્શન યોજના લાગુ કરાવવા પ્રયતનો કરી રહ્યું છે.
ભારતના બંધારણ મુજબ કર્મચારીઓનું પેન્શન એ રાજ્ય યાદીનો વિષય છે. જેના પર નિર્ણય કરવા રાજ્ય સરકાર સ્વતંત્ર અને સક્ષમ છે. જેથી ગુજરાત રાજ્યમાં પણ National old pension Restoration United Front (NOPRUF) સહિત અલગ અલગ વિભાગના ગુજરાત રાજ્યના કર્મચારીઓ/અધિકારીઓ/શિક્ષકો/અધ્યાપકો અને તેમના મંડળો સરકારશ્રીને છેલ્લા 4 વર્ષથી ગુજરાત સરકારના તમામ અધિકારીઓ/કર્મચારીઓ માટે નવી પેન્શન સ્કીમને બંધ કરી GPF સહિતની જુની પેન્શન સ્કીમ પુનઃ અમલી કરવા માંગણી અને લાગણી પૂરી કરવા માટે ગુજરાત સરકારશ્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી રહી છે.

તેમણે કહ્યું કે રાજસ્થાન, છત્તીસગઢ, પંજાબ, હિમાચલ, ઝારખંડ સરકાર દ્વારા નવી પેન્શન યોજનાના સ્થાને તા.૦૧/૦૧/૨૦૦૪ અને તેના પછી સરકારી નોકરીમાં દાખલ થયેલા તમામ કર્મચારીઓને અગાઉની જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની ઘોષણા કરવામાં આવેલ છે અને ત્યાં જૂની પેન્શન ચાલુ થઈ ગઈ છે.

તેમણે કહ્યું કે તાજેતરમાં કર્ણાટકમાં પણ 2006 પછી ભરતી થયેલા આશરે 13000 NPS ધારક કમૅચારીઓને ત્યાંની રાજ્ય સરકાર દ્વારા કર્મચારીઓની સેવા તેમજ લાગણી અને માગણીના અનુસંધાને લેવામાં આવેલ નિર્ણયને ધ્યાને લઈ ત્યાં જૂની પેન્શન યોજના લાગુ કરવામાં જાહેરાત કરવામાં આવી છે.

કોઈપણ સરકારના શાસનને સુશાસન બનાવવાનું ભગીરથકાર્ય કર્મચારીઓ થકી જ થાય છે. જૂની પેન્શન યોજના એ કર્મચારીઓ અને તેમના પરિવારજનો માટે પ્રાણપ્રશ્ન બની ગયેલ છે. સરકારી કર્મચારીઓ નાં પરિવારની જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગણી બાબતે સહૃદયતાથી વિચારી તેનો સુખદ અને સકારાત્મક નિકાલ થાય તે માટે સરકારશ્રીને તમામ સંગઠનો અપીલ કરી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે જૂની પેન્શન યોજના પુનઃ લાગુ થાય તે માટે દેશભરનાં તમામ સંગઠનો એકત્રિત થઈ પ્રયત્નો કરી રહ્યાં છે. આ સંદર્ભે 10 ઓગસ્ટ 2023 નાં રોજ દિલ્લી ખાતે રામલીલા મેદાનમાં દેશભર માંથી NOPRUF, અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, રેલવે સહિત આશરે 34 જેટલા અલગ અલગ સંગઠનો દ્વારા જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા માટે કેન્દ્ર સરકાર સુધી અવાજ પહોચાડવા માટે સંસદ માર્ચ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. જેમાં દેશ ભરમાંથી અલગ અલગ રાજ્યમાંથી અલગ અલગ વિભાગ સાથે સંકળાયેલા આશરે એક લાખ જેટલા કર્મચારીઓ દિલ્લી માં રામલીલા મેદાનમાં એકત્રિત થયા હતા. કર્મચારીઓનો ઘસારો એટલો બધો હતો કે, રામલીલા મેદાનમાં એક તબક્કે કર્મચારીઓનો પ્રવેશ બંધ કરી દેવામાં આવેલ હતો. અને કર્મચારીઓને સંસદ માર્ચ માટે પરવાનગી પણ આપવામાં આવેલ નહિ. જેથી કર્મચારીઓ દ્વારા રામલીલા મેદાનથી જ કેન્દ્ર સરકાર સુધી જૂની પેન્શન યોજના પુનઃ લાગુ થાય તે માટે સૂત્રોચાર તેમજ ops ને લગતા બેનરો દ્વારા પોતાની માંગ પહોચાડવામાં આવી.જેમાં ગુજરાતમાંથી પણ મોટી સંખ્યા માં સરકારી કર્મચારીઓએ હાજરી આપેલ હતી.

ઓક્ટોમ્બર 2022માં સરકારે સરકારી કર્મચારીઓની અમુક માગણી સ્વીકારી હતી. પંરતુ તેનો સંપૂર્ણ અમલ પણ થયો નથી. જેથી જૂની પેન્શન યોજનાની માંગણી હજુ અલગ અલગ માધ્યમથી ચાલુ જ રાખવામાં આવી છે.

વધુમાં તેમણે કહ્યું કે ગુજરાત રાજ્યના કર્મચારીઓનો એક જ સવાલ છે કે,આખા દેશમાં ગુજરાત મોડલ સ્ટેટ તરીકે જેની ગણતરી થાય છે તેમજ ગુજરાતને રાજસ્થાન, પંજાબ, છત્તિસ ગઢ, હિમાચલથી વિકસિત રાજ્ય તરીકે જો ગણતા હોય તો શા માટે ગુજરાતના અભિન્ન અંગ ગણાતા સરકારી કર્મચારી/અધિકારીઓને જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવતી નથી? NOPRUF ગુજરાત ટીમના હોદેદારો દ્વારા નક્કી કરવામાં આવ્યા મુજબ આગામી દિવસોમાં કાર્યક્રમો આપવામાં આવ્યા છે.

(1)દરેક હોદેદારો/સભ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નો OPS મૂવમેન્ટ માટે શક્ય એટલો વધુ ઉપયોગ કરશે.
(2)૧૦ ફેબ્રુઆરી સુધી દરેક જિલ્લા ટીમ જિલ્લા લેવલ મીટીંગનું આયોજન કરશે તેમજ કલેક્ટર/ધારાસભ્ય/સંસદ સભ્યને OPS પુનઃ લાગુ કરવા આવેદન આપશે.
(3) ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં સ્ટેટ લેવલનો કાર્યક્રમ
(4) ૮ માર્ચ ઇન્ટરનેશનલ વુમન દિવસે નારી શક્તિનું OPS માટે પોસ્ટર અભિયાન
(5) ૧૨ માર્ચ પેન્શન સંકલ્પ યાત્રા ગાંધી આશ્રમ, અમદાવાદ થી દાંડી સુધીનો કર્મચારી જાગૃતતા અભિયાન ચલાવવામાં આવશે.તેવું એક અખબારી યાદીમાં નોપ્રૂફના ગુજરાત પ્રદેશ સલાહકાર મોહંમદ ઈકબાલ શેખ તેમજ પ્રદેશ સહમંત્રી ઉમેશ ગોહિલએ જણાવ્યું છે.

COMMENTS

WORDPRESS: 1
DISQUS: 1