બિગ બોસ 17ની ગ્રાન્ડ ફિનાલે થઈ ગઈ છે. આ વખતે મુનાવર ફારૂકીને આ સીઝન 17નો વિજેતા પસંદ કરવામાં આવ્યો છે, જેને લઈને ચાહકોમાં ખુશીનો માહોલ છે. જોકે, ફર્સ
બિગ બોસ 17ની ગ્રાન્ડ ફિનાલે થઈ ગઈ છે. આ વખતે મુનાવર ફારૂકીને આ સીઝન 17નો વિજેતા પસંદ કરવામાં આવ્યો છે, જેને લઈને ચાહકોમાં ખુશીનો માહોલ છે. જોકે, ફર્સ્ટ અને સેકન્ડ રનર અપ અભિષેક કુમાર અને મન્નરા ચોપરાને પણ ચાહકો તરફથી પ્રેમ મળી રહ્યો છે. દરમિયાન, મુનવર ફારૂકીએ તેના અંગત જીવનને શોમાં ખેંચી લેવા પર પ્રતિક્રિયા આપી છે. તેણે જણાવ્યું કે તેને ઘરે માનસિક વિરામ હતો.
સ્ટેન્ડ-અપ કોમેડિયન અને સિંગર મુનાવર ફારૂકીએ શો જીત્યા બાદ માડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પોતાના અંગત જીવનને શોમાં ઉાછળવા અંગે અંગે જણાવ્યું હતું કે, “મને શોમાં મારી અંગત જિંદગીને આ હદે ખેંચવામાં આવે તે પસંદ ન આવ્યું. પરંતુ વસ્તુઓ મારા નિયંત્રણમાં ન હતી. આ એક એવી પરિસ્થિતિ હતી જેનો હું સામનો કરવા માંગતો ન હતો, પરંતુ મારે કરવું પડ્યું કારણ કે મારી પાસે કોઈ વિકલ્પ નહોતો. “મેં જે કર્યું તેના પર મને ગર્વ નથી, પરંતુ મારે હવે આગળ વધવું પડશે અને વસ્તુઓને વધુ સારી બનાવવી પડશે.”
માનસિક સ્વાસ્થ્ય પરની અસર વિશે વાત કરતાં મુનવ્વરે કહ્યું, “હું મેન્ટલ બ્રેક ડાઉનમાંથી પસાર થયો છું. એવો એક પણ દિવસ નથી ગયો જ્યારે હું ધાબળા નીચે કે બાથરૂમમાં રડ્યો ન હોઉં. હું ખૂબ જ લાચારી અનુભવી રહ્યો હતો, મને માનસિક રીતે પણ અસર કરી રહ્યું છેો, પણ મારે તેનો સામનો કરવો પડશે.”
ઉલ્લેખનીય છે કે મુનવ્વર ફારૂકીની એક્સ ગર્લફ્રેન્ડ આયેશા ખાને આ શોમાં એન્ટ્રી કરી હતી, જેણે શોમાં બહારની દુનિયાના ઘણા રહસ્યો જાહેર કર્યા હતા. મુનવ્વર પર છેતરપિંડીનો પણ આરોપ મૂક્યો હતો.
COMMENTS