સગરામપુરાની સમોલ હોસ્પિટલની બેદરકારી, પથરીના ઓપરેશન બાદ સલાબતપુરાના રિફાકતનું મોત થતાં ભારે હંગામો, હોસ્પિટલ-ડોક્ટર સામે ફરિયાદ

HomeGujarat

સગરામપુરાની સમોલ હોસ્પિટલની બેદરકારી, પથરીના ઓપરેશન બાદ સલાબતપુરાના રિફાકતનું મોત થતાં ભારે હંગામો, હોસ્પિટલ-ડોક્ટર સામે ફરિયાદ

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી સમોલ હોસ્પિટલ સામે સલાબતપુરાના રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. પથરીનું ઓપરેશન કર્યા બાદ ભારે બેદરકારીના કારણે યુવાનનુ

સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 24 ગાયના મોત, મહુવા-સુરત પેસેન્જર ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના
ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું
ભરુચ: નર્મદા નદીના પુરમાં બેંકના દસ્તાવેજો ધોવાયા, જાહેરમાં સૂકવવા માટે મજબૂર બન્યા કર્મચારીઓ

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી સમોલ હોસ્પિટલ સામે સલાબતપુરાના રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. પથરીનું ઓપરેશન કર્યા બાદ ભારે બેદરકારીના કારણે યુવાનનું મોત થતાં પરિવારજનોએ હોસ્પિટલ અને ડોક્ટર સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. આ ઘટનામાં અઠવા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
વિગતો મુજબ 24મી તારીખે સલાબતપુરા મોમનાવાડમાં રહેતો 28 વર્ષીય રિફાકત હુસૈન નઝીર હુસૈન પથરીના ઓપરેશન માટે દાખલ થયો હતો. પથરીના ઓપરેશન દરમિયાન જ તેની હાલત કથળી હતી. જેને લઈને તેને તાત્કાલિક આઈસીયુમા શિફટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેની સ્થિતિ સુધરી ન હતી અને વધુને વધુ ગંભીર બની ગઈ હતી.
રિફાકતની પત્ની સલમાએ મીડિયાને જણાવ્યું કે ઓપરેશન બાદ મારા પતિની સ્થિતિ નહીં સુધરતા ડોક્ટરોને આ અંગે સતત ફરિયાદ કરી હતી પરંતુ ડોક્ટરો દ્વારા કોઈ પણ પ્રકારની જોઈતી સારવાર આપી ન હતી. ડોક્ટરોનું કહેવું હતું કે ઓપરેશન દરમિયાન રિફાકતના ફેફસામાં પાણી ભરાઈ ગયું છે. ડોક્ટરોએ આવું કહેતા રિફાકતને અન્ય સારવાર આપવાની જરુરિયાત હતી પરંતુ સમયસર તેમને સારવાર આપવામાં આવી ન હતી.
પત્ની સલમા રિફાકત હુસૈને રડતા રડતા કહ્યું કે પથરીનું ઓપરેશન ડો. ગૌરવ એચ બાવડીયા દ્વારા કરવામાં આવ્યું હતું. આસીફ સમોલની માલિકીની આ હોસ્પિટલમાં ડોક્ટરોને બહારથી બોલાવવામાં આવ્યા હતા અને ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. ડિગ્રી વિનાના બહારથી બોલાવેલા ડોક્ટરનું લાયસન્સ રદ્દ કરવાની તેમણે માંગ કરી છે.
અત્રે ઉલ્લેખનીય છે સલમા અને રિફાકતનાં 16 મહિના પહેલાં જ લગ્ન થયા હતા. સલમા કહે છે કે હોસ્પિટલમાં વેન્ટીલેટર અને ઓક્સિજનની પણ સુવિધા નથી. રિફાકતના પરિવારજનોએ આસીફ સમોલની હોસ્પિટલ અને ડોક્ટરો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે. હોસ્પિટલ પર સલાબતપુરાના રહીશોએ ભારે હંગામો કર્યો હતો અને ડોક્ટર સામે કાર્યવાહી કરવાની માંગ કરી હતી. અઠવા પોલીસે સ્થળ પર પહોંચી મામલો હાથમાં લીધો હતો.