ગુજરાતભરમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી, તો રાજ્ય કક્ષાની ઉજવણી સુરતમાં થઈ હતી. વડાપ્રધાને વિદેશથી વર્ચ્યુલ સંબોધન કર્યું હતું. ગુજરાતમં ૧.ર૦ કરોડથી
ગુજરાતભરમાં યોગ દિવસની ઉજવણી થઈ હતી, તો રાજ્ય કક્ષાની ઉજવણી સુરતમાં થઈ હતી. વડાપ્રધાને વિદેશથી વર્ચ્યુલ સંબોધન કર્યું હતું. ગુજરાતમં ૧.ર૦ કરોડથી વધુ લોકોએ આજે યોગ કરીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી વીડિયો કોન્ફરન્સ દ્વારા દેશભરની જનતાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, આ વર્ષે ‘યોગ ફોર વસુધૈવ કુટુંબકમ્’ની ભાવના સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સ્તરે યોગ બોર્ડની રચના કરવામાં આવી છે, જેનાથી અનેક લોકોને રોજગારી મળી છે. ૧૮૦ દેશથી વધુ દેશના લોકો અમેરિકામાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા આજે ભારતની અધ્યક્ષતા હેઠળ આંતરરાષ્ટ્રીય સ્તરના યોગ કાર્યક્રમમાં જોડાશે.
ઉલ્લેખનિય છે કે, આ વર્ષે રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરતમાં કરવામાં આવી હતી. વર્ચ્યુઅલ માધ્યમથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ રાજ્યભરની જનતાને વિશ્વ યોગ દિવસ નિમિત્તે સંબોધન કર્યું હતું. ગુજરાતમાં ૭ર,૦૦૦ સ્થળોએથી સવા કરોડ જેટલા લોકો દ્વારા યોગ કરવામાં આવી રહ્યા છે. સુરતમાં ૧,ર૦,૦૦૦ કરતા વધુ લોકોએ આજે યોગ કર્યા હતાં. આ સંખ્યાએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે, જ્યારે રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી મધ્યપ્રદેશના જબલપુરમાં કરવામાં આવી રહી છે. જામનગરમાં જિલ્લા-શહેર કક્ષાની ઉજવણીમાં પણ બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતાં.
COMMENTS