સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સાત પરિવારજનોની સામૂહિક આત્મહત્યાથી અરેરાટી ફેલાવા પામી છે. પોલીસે તપાસ શરૃ કરી છે.
સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સાત પરિવારજનોની સામૂહિક આત્મહત્યાથી અરેરાટી ફેલાવા પામી છે. પોલીસે તપાસ શરૃ કરી છે. ઉછીના નાણાની લેવડ-દેવડ હોવાનું કારણ હોઈ શકે તેમ હોવાનું સૂત્રો જણાવે છે.
સુરતમાં એક જ પરિવારના ૭ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હોવાની વિગતો સામે આવી રહી છે. જેમાં ઘરના એક સભ્યએ અન્ય ૬ લોકોને દવા પિવડાવી પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાની માહિતી સામે આવી છે. પતિ-પત્ની, માતા-પિતા અને એક બાળક અને બે બાળકી સાથે સામૂહિક આપઘાત કરી લીધો છે. મનિષ સોલંકીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો, જ્યારે પરિવારના અન્ય સભ્યોને ઝેરી દવા આપી હોવાની શંકા છે. સૂત્રોના જણાવ્યા મુજબ આ સામૂહિક આત્મહત્યા પાછળ ઉછીના નાણાની લેવડ-દેવડ જવાબદાર હોઈ શકે છે. મરનાર મનીષ સોલંકીએ તમામને ઝેરી દવા પીવડાવી પોતે ગળે ફાંસો ખાધો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે.
આ અંગેની પ્રાથમિક માહિતી અનુસાર સુરતના પાલનપુર પાટિયા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કર્યો છે. પાલનપુર પાટિયા પાસે નૂતન રો હાઉસની સામે સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં એક જ પરિવારના સાત લોકોએ સામૂહિક આપઘાત કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૃ કરી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ફર્નિચના મોટા વ્યવસાય સાથે સંકળાયેલો પરિવાર હતો. પરિવારનું ફર્નિચર બનાવવાનું કામ છે. જેના અંગે પોલીસ દ્વારા માહિતી આપવામાં આવી કે, કંટ્રોલ રૃમમાં મેસેજ આવવાથી જાણ થઈ છે. એક વ્યક્તિ ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી છે, જ્યારે બાકીના વ્યક્તિઓને ઝૈર આપ્યું હોય તેમ લાગે છે. આ ઉપરાંત એક સ્યુસાઈડ નોટ મળી આવી છે.
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, ઘરના એક સભ્યએ તમામ લોકોને દવા પિવડાવી અને પોતે ગાળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. ફર્નિચરના મોટા વ્યવસાય સાથે પરિવાર સંકળાયેલો હતો તેવી વિગતો સામે આવી રહી છે જેમાં મનિષ સોલંકીના પરિવારે સામુહિક આપઘાત કર્યો છે.
આ અંગેની જાણ પોલીસને થતા અડાજણ પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી છે. હાલ પોલીસ દ્વારા મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. બીજી બાજુ પોલીસકર્મીઓ દ્વારા આજુબાજુમાં રહેતા લોકોની અને પરિવારજનોની પૂછપરછ કરવામાં આવી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ આ બનાવના પગલે પોલીસ અધિકારીઓ તાબડતોળ ઘટના સ્થળે પહોંચી ગયા હતાં. આ મામલે ઊંડાણપૂર્વક તપાસ શરૃ કરવામાં આવી છે. ઘરના વડીલે ઘરના સભ્યોને દવા પિવડાવી અને પોતે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
COMMENTS