રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને ઈ-મેઈલ દ્વારા રૃા. વીસ કરોડની ખંડણી નહીં મળે તો મારી નાખવાની ધમકી મળતા તેમના સુરક્ષા ઈન્ચાર્જ પોલીસમાં ફરિયાદ કરતા ત
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને ઈ-મેઈલ દ્વારા રૃા. વીસ કરોડની ખંડણી નહીં મળે તો મારી નાખવાની ધમકી મળતા તેમના સુરક્ષા ઈન્ચાર્જ પોલીસમાં ફરિયાદ કરતા તપાસ શરૃ થઈ છે. આ પ્રકારની ધમકી મળ્યા પછી સનસની ફેલાવા પામી છે.
એશિયાના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન માલિક મુકેશ અંબાણીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી આપનાર વ્યક્તિએ ગઈકાલે ઈ-મેલ દ્વારા મુકેશ અંબાણી પાસે ર૦ કરોડ રૃપિયાની માંગણી કરી હતી અને કહ્યું હતું કે, જો પૈસા નહીં આપવામાં આવે તો તેેને પોતાનો જીવ ગુમાવવો પડશે.
ધમકીભર્યા ઈ-મેલમાં કોઈ અજાણ્યા વ્યક્તિએ લખ્યું હતું કે, જો તમે અમને ર૦ કરોડ રૃપિયા નહીં આપો તો અમે તમને મારી નાખીશું. અમારી પાસે ભારતના શ્રેષ્ઠ શૂટર્સ છે. આ ધમકી મળ્યા પછી મુકેશ અંબાણીના સુરક્ષા ઈન્ચાર્જની ફરિયાદના આધારે મુંબઈના ગામદેવી પોલીસ સ્ટેશનમાં આ અજાણ્યા વ્યક્તિ સામે આઈપીસી કલમ ૩૮૭ અને પ૦૬ (ર) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, કેન્દ્રિય ગૃહમંત્રાલયે ર૯ સપ્ટેમ્બરે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની સુરક્ષા વધારી દીધી હતી. એમએચએ એ તેમને ઝેડપ્લસ કેટેગરીની સુરક્ષા આપી છે. સિક્યોરીટીનો ખર્ચ મુકેશ અંબાણી આપશે. આ ખર્ચ ૪૦ થી ૪પ લાખ રૃપિયા પ્રતિ માસ થાય છે. અગાઉ તેમને ઝેડ કેટેગરીની સુરક્ષા મળી હતી. મીડિયા રિપોર્ટસ અનુસાર આઈબીની ભલામણ પર ગૃહમંત્રાલયે આ નિર્ણય લીધો છે. આઈબી એ મુકેશ અંબાણી પર જોખમ હોવાની આશંકા વ્યક્ત કરી હતી.
૧પ ઓગસ્ટ ર૦રર ના પણ મુકેશ અંબાણીના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી મળી હતી. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલના ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા ફોન કોલ્સ કરવામાં આવ્યા હતાં. ફોન કરનારે ધમકી આપી હતી કે ત્રણ કલાકમાં તેમના આખા પરિવારને ખતમ કરી દેવાશે. આ કેસમાં પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ પછી પ ઓક્ટોબર ર૦રર ના રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલને બોમ્બથી ઊડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. હોસ્પિટલના લેન્ડલાઈન નંબર પર અજાણી વ્યક્તિનો બે વખત કોલ આવ્યો હતો. જેમાં કોલ કરનારે અંબાણી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પહેલો કોલ લગભગ ૧ વાગ્યે આવ્યો હતો અને બીજો કોલ સાંજે પ વાગ્યે આવ્યો હતો. આ પછી હોસ્પિટલ અને એન્ટિલિયા (મુકેશ અંબાણીના ઘર) ની સુરક્ષા વધારી દેવામાં આવી હતી.
૧૦ જાન્યુઆરી ર૦ર૩ ના મુંબઈની ધીરૃભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલને બોમ્બની ધમકી આપવામાં આવી હતી. મુંબઈ પોલીસે જણાવ્યું હતું કે સાંજે ૪-૩૦ વાગ્યે સ્કૂલ લેન્ડલાઈન પર કોલ આવ્યો હતો. ફોન કરનારે સ્કૂલમાં ટાઈમ-બોમ્બ પ્લાન્ટ કર્યો હોવાનો દાવો કર્યો હતો. આ પછી ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.
COMMENTS