નેપાળના ચુરિયામાઈ મંદિર પાસે બસ ગબડી જતા છ ભારતીયો સહિત સાતનાં મોત

HomeCountry

નેપાળના ચુરિયામાઈ મંદિર પાસે બસ ગબડી જતા છ ભારતીયો સહિત સાતનાં મોત

નેપાળમાં બસ અકસ્માતમાં ૬ ભારતીયો સહિત ૭ ના મોત થયા છે, જ્યારે ૧૯ ઘાયલ થયા છે. મળતા અહેવાલો મુજબ બસ રસ્તા પરથી નીચે ઉતરી લગભગ ૧પ મીટર નીચે પડી ગઈ હતી.

જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક
“મુસ્લિમો પહેલા હિન્દુ હતા, અમે કન્વર્ટ થયા”: ગુલામ નબી આઝાદ
જુની પેન્શન યોજના સામે આરબીઆઈની રાજ્યોને લાલબત્તીઃ વધશે સાડા ચારગણો બોજો

નેપાળમાં બસ અકસ્માતમાં ૬ ભારતીયો સહિત ૭ ના મોત થયા છે, જ્યારે ૧૯ ઘાયલ થયા છે. મળતા અહેવાલો મુજબ બસ રસ્તા પરથી નીચે ઉતરી લગભગ ૧પ મીટર નીચે પડી ગઈ હતી.

નેપાળમાં આજે વહેલી સવારે બારાના જીતપુર સિમારા સબ-મેટ્રોપોલિટન-રર ના ચૂરિયામાઈ મંદિર પાસે બસ અકસ્માતમાં સાત લોકોના મોત થયા હતાં. અકસ્માતમાં મૃત્યુ પામેલા તમામ લોકોની ઓળખ થઈ ગઈ છે. બસમાં યાત્રાળુઓ હતાં, જેમાંથી મોટાભાગના લોકો ભારતના હતાં.

જિલ્લા પોલીસ બારાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતાં, જ્યારે ચારનું સારવાર દરમિયાન મોત થયું હતું. બસના ડ્રાઈવરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે. કહેવાય છે કે બસ કાઠમાંડુથી જનકપુર જઈ રહી હતી. આ દરમિયાન તે રસ્તા પરથી નીચે ઉતરી લગભગ ૧પ મીટર નીચે પડી ગઈ હતી.

જિલ્લા પોલીસ કચેરી મકવાનપુરે મૃતકોની ઓળખ લોહાર પટ્ટી, મહોત્તરીના ૪૧ વર્ષિય બિજય લાલ પંડિત અને રાજસ્થાનના બહાદુરસિંહ (ઉ.વ. ૬૭), મીરા દેવી સિંહ (ઉ.વ. ૬પ), સત્યવતી સિંહ (ઉ.વ. ૬૦), રાજેન્દ્ર ચતુર્વેદ (ઉ.વ. ૭૦), શ્રીકાંત ચતુર્વેદી (ઉ.વ. ૬પ) અને બૈજંતી દેવી (ઉ.વ. ૬૭) તરીકે કરી છે.

મકવાનપુરના ડીપીઓ પોલીસ અધિક્ષકના જણાવ્યા અનુસાર બસમાં કુલ ર૬ મુસાફરો હતાં. અકસ્માતમાં ઘાયલ થયેલા ૧૯ લોકોની હેટૌડા હોસ્પિટલ, સાંચો હોસ્પિટલ, ચુરેહિલ હોસ્પિટલ અને ઓલ્ડ મેડિકલ કોલેજ ભરતપુરમાં સારવાર આપવામાં આવી રહી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0