hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobetmatadorbet

જુની પેન્શન યોજના સામે આરબીઆઈની રાજ્યોને લાલબત્તીઃ વધશે સાડા ચારગણો બોજો

HomeBusiness

જુની પેન્શન યોજના સામે આરબીઆઈની રાજ્યોને લાલબત્તીઃ વધશે સાડા ચારગણો બોજો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે જો જુની પેન્શન યોજના લાગુ કરાશે તો રાજ્યોનો ખર્ચ અનેકગણો વધી જશે, તેથી બજેટ બગડશે. કેટલાક રાજ

2014 અને 2019માં ગઠબંધન માટે ભાજપવાળા મારી પાસે આવ્યા હતા: શરદ પવાર
ઈન્ડિયાનું ભારત નામ કરવા અંગે યુનોનું મહત્વનું નિવેદન, કહ્યું,”વિનંતી મળશે તો સ્વીકાર કરીશું”
સુરત: મુખમૈથુન કરાવ્યાનો વીડિયો વાયરલ કરનાર આરોપીને પોક્સો કેસમાં નિર્દોષ જાહેર કરતી કોર્ટ, વકીલ વિમલ સુખડવાલાએ કરી હતી દલીલો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે જો જુની પેન્શન યોજના લાગુ કરાશે તો રાજ્યોનો ખર્ચ અનેકગણો વધી જશે, તેથી બજેટ બગડશે. કેટલાક રાજ્યોએ આ દિશામાં નિર્ણયો લેતા આરબીઆઈ એ રાજ્યોને આવક વધારવાની પણ સલાહ આપી છે.

દેશના અનેક રાજ્યોમાં જુની પેનશન યોજના લાગુ ધરવાની માંગ ઉગ્ર બની રહી છે અને આ માટે આંદોલનો થઈ રહ્યા છે તેમજ ઘણાં વિપક્ષી શાસિત રાજ્યોએ ઓડીએસને ફરીથી શરૃ કરવાનો નિર્ણય લીધો છે ત્યારે આરબીઆઈ એ રાજ્યોને ચેતવણી આપી છે કે, તેઓ જુની પેન્શન સ્કીમના ખોટા વાયદાઓ ન કરશો.

દેશમાં આગામી વર્ષે લોકસભાની ચૂંટણી યોજાનાર છે અને ચૂંટણી પહેલા જ જુની પેન્શન યોજના લાગુ કરવાની માંગ કેન્દર અને રાજ્યોમાં વેગ પકડી રહી છે. ઘણાં વિપક્ષ શાસિત રાજ્યોમાં ઓપીએસને ફરીથી શરૃકરવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ દેશના અનેક રાજ્યોમાં સરકારી કર્મચારીઓએ જુની પેત્શન યોજના શરૃ કરવાની ઉગ્ર માંગ કરી છે અને ઘણાં રાજ્યોમાં ઓપીએસને ફરીથી શરૃ કરવા માટે આંદોલન થઈ રહ્યા છે ત્યારે સામાન્ય ચૂંટણી પહેલા રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રાજ્ય સરકારોને ચેતવણી આપી છે કે તેઓ લોકવાદી વચનો આપવાના નમે જુની પેન્શન યોજનાઓ શરૃ કરે નહીં.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાલબત્તી ધરતા કહ્યું છે કે, જુની પેન્શન યોજનાથી રાજ્ય સરકારનો ખર્ચ અનેકગણો વધી જ શે અને અસહ્ય બની જશે. આરબીઆઈ એ પોતાના રિપોર્ટમાં નવી પેન્શન સ્કીમને બદલે જુની પુન્શન સ્કીમના વચનો પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રાજ્ય સરકારોને સલાહ આપી હતી કે જનતાને આકર્ષવા માટે આપવામાં આવેલા વચનોને કારણે રાજ્યો પર નાણાકીય બોજ વધશે. ઓપીએસ સરકારી તિજોરી માટે ખૂબ જ નુક્સાનકારક સાબિત થશે. આરબીઆઈ એ એક રિપોર્ટમાં રાજ્યોને ચેતવણી આપી છે કે તેઓ ખર્ચ વધારવાને બદલે આવક વધારવા પર ધ્યાન આપે.

કેટલાક રાજ્યોએ તાજેતરમાં જુની પેન્શન યોજનાને ફરીથી શરૃ કરી છે, જેમાં રાજસ્થાન, છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે. તેમજ કર્ણાટકમાં પણ ઓડીએસ લાવવાની ચર્ચા ચાલી રહી છે. આરબીઆઈ એ રાજ્યોને નવી પેન્શન યોજના ચાલુ રાખવાની સલાહ આપી છે.

આરબીઆઈ એ રિપોર્ટ ‘સ્ટેટ ફાયનાન્સઃ અ સ્ટડી ઓફ બજેટ્સ ઓફ ર૦ર૩-ર૪’ બહાર પાડતા ચેતવણી આપી હતી કે જો તમામ રાજ્યો ઓપીએસ પાછું લાવે છે, તો તેમના પર નાણાકીય દબાણ લગભગ ૪.પ ટણા સુધી વધી જશે. ઓપીએસ જીડીપી પર નકારાત્મક અસર કરશે. આના પર વધારાના ખર્ચનો બોજ ર૦૬૦ સુધીમાં જીડીપીના ૦.૯ ટકા સુધી પહોંચી જશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1