સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણી, સ્ટેડીંગ કમિટી ચેરમેન બનતા રાજન પટેલ

HomeGujarat

સુરતના નવા મેયર તરીકે દક્ષેશ માવાણી, સ્ટેડીંગ કમિટી ચેરમેન બનતા રાજન પટેલ

સુરતના નવા મેયરની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હેમાલી બોઘાવાલાની ટર્મ પુરી થતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન

મેટા પ્લેટફોર્મ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પર 33 અમેરિકી રાજ્યોએ દાખલ કર્યો કેસ
RSSમાં બળવો?:RSS ના પૂર્વ પ્રચારક હોવાનો દાવો કરનારા આ નેતાઓએ કેમ નવી પાર્ટી બનાવી?
વિશ્વના 10 સૌથી મોટા રાજકીય પક્ષોમાં ચાર ભારતીય પક્ષો, જાણો કોણ છે નંબર વન? કોંગ્રેસની સ્થિતિ શું?

સુરતના નવા મેયરની ભાજપ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હેમાલી બોઘાવાલાની ટર્મ પુરી થતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને સુરત શહેર ભાજપ પ્રમુખ નિરંજન ઝાંઝમેરા દ્વારા નવા મેયરની જાહેરાત કરવામાં આવી છે.

નવા મેયર તરીકે દક્ષેશ માવાણીની પસંદગી કરવામાં આવી છે.જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નરેશ પાટીલની વરણી કરવામાં આવી છે.

સુરત મહાનગરપાલિકાની સ્ટેડીંગ કમિટીના ચેરમેન તરીકે રાંદેરના કોર્પોરેટર અને પૂર્વ કોર્પોરેટર તથા ભાજપના સિનિયર નેતા બકુલ પટેલના પુત્ર રાજન પટેલની પસંદગી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત મહાનગરપાલિકા શાસક પક્ષના નેતા તરીકે શશી પટેલની વરણી કરવામાં આવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0