રેસલર જાતીય સતામણીનો કેસ: દિલ્હી કોર્ટે બ્રિજ ભૂષણને 18 જુલાઈએ હાજર રહેવા ઈશ્યુ કર્યું સમન્સ

HomeCountry

રેસલર જાતીય સતામણીનો કેસ: દિલ્હી કોર્ટે બ્રિજ ભૂષણને 18 જુલાઈએ હાજર રહેવા ઈશ્યુ કર્યું સમન્સ

દિલ્હીની અદાલતે શુક્રવારે ભાજપના સાંસદ અને આઉટગોઇંગ WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના કેસમાં સમન્સ પાઠવ્યું હતું અ

2000 રૂપિયાની નોટો જમા કરવાનો આજે છેલ્લો દિવસ, બદલી નહીં કરો તો શું થશે, જાણો RBIની સૂચના
ભૂજનાં જાંબાઝ પોલીસ કોન્સ્ટેબલ શકીલ શેખે જાનનાં જોખમે સુરતમાં હત્યા કરવા માંગતા શખ્સને દબોચી લીધો, અઠવા પોલીસે નજીવી કલમો લગાડી
અજિતને મળ્યા બાદ શરદ પવાર બોલ્યા,”કેટલાક લોકો  ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજાવી રહ્યા છે”

દિલ્હીની અદાલતે શુક્રવારે ભાજપના સાંસદ અને આઉટગોઇંગ WFI ચીફ બ્રિજ ભૂષણ શરણ સિંહને મહિલા કુસ્તીબાજોની કથિત જાતીય સતામણીના કેસમાં સમન્સ પાઠવ્યું હતું અને કહ્યું હતું કે આરોપી સામે કાર્યવાહી કરવા માટે પૂરતા પુરાવા છે.

બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્વ પાછલા ત્રણ મહિનાથી રેસલર આંદોલન ચલાવી રહ્યા છે અને જાતીય સતામણીના કેસમાં તેમની ધરપકડ કરવાની માંગ કરવામાં આવી રહી છે. જોકે, ગૃહ મંત્રી અમિત શાહ અને અનુરાગ ઠાકુર સાથે મંત્રણા થયા બાદ રેસલર્સે ધરણ અને વિરોધ પ્રદર્શન સમેટી લીધા હતા.

ફરિયાદની નોંધ લેતા એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) હરજીત સિંહ જસપાલે બ્રિજ ભૂષણને 18 જુલાઈના રોજ કોર્ટમાં હાજર થવાનો નિર્દેશ આપ્યો હતો.

કોર્ટે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા(WFI)ના સસ્પેન્ડેડ આસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરને પણ સમન્સ પાઠવ્યું છે.

દિલહી પોલીસે 15 જૂનના રોજ 6 ટર્મનાં સાંસદ બ્રિજ ભૂષણ સામે આઈપીસીની કલમ 354 (મહિલાની ગરિમાને કલૂષિત કરવાનાં ઈરાદાથી હુમલો અથવા ગુનાહિત કૃત્ય), 354-A (જાતીય સતામણી), 354-D (પજવણી કરવી) અને 506-K (ગુનાહિત ધાકધમકી) હેઠળ ગુનો નોંધ્યો હતો.
વિનોદતોમર પર આઈપીસીની કલમ 109 (ગુના માટે ઉશ્કેરણી કરવી, આમાં સજા માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી), 354, 354-A અને 506 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપ મૂકવામાં આવ્યો હતો. પીટીઆઈ

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0