અજિતને મળ્યા બાદ શરદ પવાર બોલ્યા,”કેટલાક લોકો  ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજાવી રહ્યા છે”

HomeCountryPolitics

અજિતને મળ્યા બાદ શરદ પવાર બોલ્યા,”કેટલાક લોકો  ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજાવી રહ્યા છે”

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય, જોકે કેટલાક શુભેચ્છકો તેમને ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજા

રાહત: ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલના ભાવોમાં લીટરે 56 પૈસાનો ઘટાડો
ઈડીની મોટી કાર્યવાહી: દિલ્હી શરાબ નીતિ કૌભાંડમાં AAP સાંસદ સંજય સિંહની EDએ કરી ધરપકડ
ફ્રાન્સની શાળાઓમાં વિદ્યાર્થિનીઓ અબાયા હવે નહીં પહેરી શકે, સરકારે મૂક્યો પ્રતિબંધ

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય, જોકે કેટલાક શુભેચ્છકો તેમને ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના સંગોલામાં શરદ પવારે કહ્યું કે ભાજપ સાથે કોઈપણ પ્રકારનું ગઠબંધન એનસીપીની નીતિમાં ફિટ બેસતું નથી.

શરદ પવાર કહ્યું કે એનસીપીના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે હું સ્પષ્ટ કહું છું કે મારી પાર્ટી (એનસીપી) ભાજપ સાથે નહીં જાય. પવારે કહ્યું કે અમારામાંથી કેટલાક (અજિત પવારની આગેવાની હેઠળના NCP જૂથ)એ અલગ વલણ અપનાવ્યું છે. હવે અમારા કેટલાક શુભેચ્છકો એ જોવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું અમારા સ્ટેન્ડમાં કોઈ ફેરફાર થઈ શકે છે. એટલા માટે તેઓ સૌહાર્દપૂર્ણ ચર્ચા કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.

મહારાષ્ટ્રમાં શિવસેના-ભાજપ સરકારમાં જોડાયા બાદ શનિવારે પૂણેમાં તેમના ભત્રીજા અને ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથેની તેમની ‘સિક્રેટ’ મુલાકાત વિશે પૂછવામાં આવતાં શરદ પવારે કહ્યું, “હું તમને એક હકીકત જણાવવા માંગુ છું કે મારા ભત્રીજા છે. મારા ભત્રીજાને મળવામાં શું ખોટું છે? જો પરિવારના કોઈપણ વરિષ્ઠ વ્યક્તિ પરિવારના અન્ય કોઈ સભ્યને મળવા માંગે છે, તો તેમાં કોઈ સમસ્યા ન હોવી જોઈએ.

શરદ પવારે કહ્યું,એમવીએ ફરીથી મહારાષ્ટ્રની લગામ મેળવશે

શરદ પવારે એમ પણ કહ્યું કે લોકો મહારાષ્ટ્રની લગામ મહાવિકાસ અઘાડીને સોંપશે, જેમાં શિવસેના (UBT), NCP (શરદ પવાર જૂથ) અને કોંગ્રેસનો સમાવેશ થાય છે. શરદ પવાર રવિવારે સ્વર્ગસ્થ ધારાસભ્ય ગણપતરાવ દેશમુખની પ્રતિમાનું અનાવરણ કરવા સોલાપુર પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સાથે મંચ શેર કર્યો હતો.

તમને જણાવી દઈએ કે શનિવારે પુણેના કોરેગાંવ પાર્ક વિસ્તારની લેન નંબર-3માં ઉદ્યોગપતિ અતુલ ચોરડિયાના બંગલામાં NCP શરદ પવાર અને મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારની ગુપ્ત બેઠક યોજાઈ હતી. જો કે આ બેઠકમાં શું ચર્ચા થઈ તે સ્પષ્ટ થયું નથી.

અજિતે શરદ પવાર સામે બળવો કર્યો

મહારાષ્ટ્રમાં બીજી જુલાઈએ અજિત પવાર પલટો કરીને બદલીને એકનાથ શિંદેની આગેવાની હેઠળની સરકારમાં જોડાયા. તેમણે ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા હતા. અજીતની સાથે છગન ભુજબળ, ધનંજય મુંડે અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. ત્યારથી કાકા-ભત્રીજાએ અનેકવાર મીટીંગો યોજી છે. આ અંગે રાજકીય વર્તુળોમાં અનેક પ્રકારની અટકળો ચાલી રહી છે.

શરદ પવારે અજિત વિશે શું કહ્યું?

બળવા પછી અજિત પવાર શરદ પવારને પણ મળ્યા હતા. આ પછી શરદ પવાર જૂથના ધારાસભ્યો બેચેન જોવા મળ્યા હતા.ધારાસભ્યએ પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલને અજિત પવાર અને બળવાખોર ધારાસભ્યો અંગે વહેલી તકે સ્ટેન્ડ ક્લિયર કરવા જણાવ્યું હતું. તેમણે આ મુદ્દે લાંબા સમયથી NCPના વડા શરદ પવારના મૌન પર પણ નારાજગી વ્યક્ત કરી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0