જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયા પછી મૃત આતંકવાદીની ઓળખ આતંકવાદી સંગઠન હિઝબુલ
જમ્મુ અને કાશ્મીરના પૂંચ સેક્ટરમાં પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવાયા પછી મૃત આતંકવાદીની ઓળખ આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના ડિવિઝનલ કમાન્ડર તરીકે કરવામાં આવી છે.
સંરક્ષણ પ્રવક્તાએ સોમવારે જણાવ્યું હતુંકે પોલીસ રેકોર્ડના આધારે માર્યા ગયેલા આતંકવાદીની ઓળખ મુનીર હુસૈન તરીકે થઈ છે. મુનીર પુંછના બગીલાદરાનો રહેવાસી હતો અને ખતરનાક આતંકવાદી અને હિઝબુલ મુજાહિદ્દીન ડિવિઝન કમાન્ડર હતો.
સંરક્ષણ પ્રવક્તા લેફ્ટનન્ટ. કર્નલ સુનિલ બર્તવાલે જણાવ્યું હતું કે 1993માં મુનીર પીઓકે ગયો હતો અને 1996માં પાછો આવ્યો હતો. ત્યાર બાદ 1998માં ફરીથી પીઓકેથી પાછો આવ્યો હતો. સુરક્ષા દળો પર થયેલા અનેક હુમલાનો તે માસ્ટરમાઇન્ડ હતો. પોલીસના રેકોર્ડ મુજબ, તેની બે પત્નીઓ અને બાળકોનો પરિવાર પૂંચના સુરનકોટમાં રહે છે.
તેમણે જણાવ્યું કે મુનીર હુસૈન મૌલાના દાઉદ કાશ્મીર (TuJ) નો નજીકનો સાગરિત હતો. જ્યારે મૌલાના સૈયદ સલાઉદ્દીન (HM)નો નજીકનો સાગરિત છે. પાછલા 10 વર્ષમાં માર્યા ગયેલા આતંકીઓ પૈકી મુનીર સૌથી ખતરનાક આતંકી હતો.
COMMENTS