hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevantjojobetmatadorbetbetcio

અંકલેશ્વર કોર્ટનો મોટો ચૂકાદો: ટેરર અટેકનો પ્લોટ ઘડનારા સુરતનાં કાસીમ સ્ટીમ્બરવાલા, ઉબેદ મિર્ઝાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

HomeCountryGujarat

અંકલેશ્વર કોર્ટનો મોટો ચૂકાદો: ટેરર અટેકનો પ્લોટ ઘડનારા સુરતનાં કાસીમ સ્ટીમ્બરવાલા, ઉબેદ મિર્ઝાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

2017માં અમદાવાદ ATS એ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મૂળ વડોદરા અને સુરતના બે આતંકીઓની ધરપકડ કરી હતી. લોન વુલ્ફ એ

દિગ્વિજય સિંહનું મોટું નિવેદન, મધ્યપ્રદેશમાં કોંગ્રેસ બજરંગ દળ પર પ્રતિબંધ નહીં મૂકે
રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની શપથવિધિ, 33 વર્ષ બાદ બ્રાહ્મણ સમાજના નેતા બન્યા મુખ્યમંત્રી
સુપ્રીમ કોર્ટની કોલેજિયમે ગુજરાત માટે મહિલા ચીફ જસ્ટિસના નામની કરી ભલામણ, 7 રાજ્યોને મળશે નવા જજ

2017માં અમદાવાદ ATS એ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મૂળ વડોદરા અને સુરતના બે આતંકીઓની ધરપકડ કરી હતી.

લોન વુલ્ફ એટેક માટે ઇસ્લામિક સ્ટેટ અને ISIS સાથે જોડાયેલા બંને ટેરેરીસ્ટ કરી રહ્યા હતા તૈયારી
મૂળ વડોદરાનો મહંમદ કાસીમ સ્ટીમ્બરવાલા અને સુરતનો રેસ્ટોરન્ટ ચલાવતો વકીલ ઉબેદ મિર્ઝા ટેરર એટેક બાદ જમૈકા જતા રહેવાના હતા

સોશ્યલ મીડિયા પર આતંક ફેલાવવા સાથે 4 યુવાનોને પણ કર્યા હતા હુમલા માટે તૈયાર ભરૂચના સરકારી વકીલ પરેશ પંડ્યાની દલીલો ગ્રાહ્ય રાખી અંકલેશ્વરનાં સેશન્શ જજ કલોતરાએ સજા સંભળાવી હતી. 75 સાહેદો, પેન ડ્રાઈવ, મોબાઈલ, લેપટોપ, સર્વેલન્સ ડેટા, ડિજિટલ પુરાવા રજૂ કરાયા હતા.

અમદાવાદ ATS એ વર્ષ 2017 માં ઇસ્લામિક સ્ટેટ અને ISIS ના અંકલેશ્વર તેમજ સુરત ખાતેથી ઝડપી પાડેલા બે આતંકીઓને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા ફરમાવી છે.

મૂળ વડોદરાનો મહંમદ કાસીમ સ્ટીમ્બરવાલા ઉર્ફે અબુ હામઝા અલ મોહજીર સુરત રહેતો હતો. અને લેબ ટેકનિશિયન તરીકે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં નોકરીએ જોડાયો હતો. જ્યારે સુરત દાવત રેસ્ટોરન્ટ ચલાવતો વકીલ ઉમેદ અહેમદ ઉર્ફે ઊબેદ મિર્ઝા 2014 થી ગુજરાતમાં આતંકી હુમલાને અંજામ આપવાની પેરવીમાં હતા.

બંને આતંકીઓ ઇસ્લામિક સ્ટેટ અને ISIS સાથે જોડાયેલા હતા. લોન વુલ્ફ એટેક માટે હથિયારો પણ એકત્ર કરવાની ફિરાકમાં હતા. અમદાવાદમાં હુમલા માટે ધાર્મિક સ્થળની રેકી પણ કરી હતી.

સોશ્યલ મીડિયા પર એકાઉન્ટ થકી ટેરર એટેક માટે યુવાનોને ગુમરાહ કરી ચાર આતંકી પણ તૈયાર કર્યા હતા. જેઓ ગુજરાત ઉપરાંત હૈદરાબાદ બેંગ્લોર અને કલકતામાં પણ આતંકીઓના સંપર્કમાં હતા.

અમદાવાદ ATS એ બન્ને આતંકીઓને વર્ષ 2017 માં અંકલેશ્વર અને સુરતથી ઝડપી લીધા હતા. જેઓ સામે અંકલેશ્વરની સેશન્સ કોર્ટમાં કેસ ચાલી ગયો હતો. સરકાર તરફે જિલ્લા સરકારી વકીલ પરેશ પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતાં.

આ ટેરર કેસમાં 75 સાહેદો, ATS ની તપાસનો નિચોડ, ડિજિટલ, સર્વેલન્સ પુરાવા, ડેટાઓ, લેપટોપ, મોબાઈલ અને પેન ડ્રાઈવ રજૂ કરાયા હતા. જેઓને ગ્રાહ્ય રાખી સેશન્સ જજે બંને આતંકીઓ કાસીમ સ્ટીમ્બરવાલા અને ઉમેદ મિર્ઝાને છેલ્લા શ્વાસ સુધી કેદની સજાનો હુકમ આજે કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0