મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. વિપક્ષના નેતા અજિત પવાર NCPના લગભગ 40 નેતાઓ સાથે શિંદે સરકારમાં જોડાયા છે. અજીતને નાયબ મુખ્ય પ્રધાન
મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ભૂકંપ આવ્યો છે. વિપક્ષના નેતા અજિત પવાર NCPના લગભગ 40 નેતાઓ સાથે શિંદે સરકારમાં જોડાયા છે. અજીતને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા છે. તેમની સાથે એનસીપીના કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ પટેલ પણ એનડીએમાં સામેલ થયા છે.
મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ બાદ NCP પ્રમુખ શરદ પવારે મીડિયાને જણાવ્યું હતું કે, ‘અમે ફરીથી પાર્ટીને મજબૂત કરવા માટે કામ કરીશું. ધારાસભ્યો અને તમામ વરિષ્ઠ નેતાઓ એકસાથે બેસીને બળવાખોર નેતાઓ સામે શું કાર્યવાહી કરવી તે અંગે નિર્ણય લેશે. પ્રમુખ તરીકે, મેં પ્રફુલ પટેલ અને સુનિલ તટકરેની નિમણૂક કરી હતી, પરંતુ તેઓએ તેમની ફરજ બજાવી ન હતી. તેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે શરદ પવારે તાજેતરમાં જ રાજ્યસભાના સાંસદ પ્રફુલ પટેલ અને લોકસભાના સાંસદ સુનીલ તટકરેને કાર્યકારી અધ્યક્ષ તરીકે રાષ્ટ્રીય ખજાનચી પદની જવાબદારી સોંપી હતી.
પવારે આગળ કહ્યું હતું કે, ‘હું ક્યારેય નહીં કહું કે મારું ઘર વહેંચાયેલું છે, આ મુદ્દો મારા ઘરનો નથી, જનતાનો મુદ્દો છે. મને જેઓ છોડી ગયા તેમના ભવિષ્યની ચિંતા છે. હું આનો શ્રેય પીએમ મોદીને આપવા માંગુ છું. બે દિવસ પહેલા તેમણે નિવેદન આપ્યું હતું અને તે નિવેદન પછી કેટલાક લોકો અસ્વસ્થતા અનુભવવા લાગ્યા હતા, તેમાંથી કેટલાક EDની કાર્યવાહીનો સામનો પણ કરી રહ્યા હતા.’ શરદ પવારે કહ્યું, ‘આ નાની વાત નથી. આ ‘ગુગલી’ નથી, લૂંટ છે.
જ્યારે એનસીપીના વડા શરદ પવારને પૂછવામાં આવ્યું કે પાર્ટીનો વિશ્વસનીય ચહેરો કોણ હશે, તો તેમણે હાથ ઊંચો કરીને કહ્યું, “શરદ પવાર.” પવારે આગળ કહ્યું હતું કે, ‘પીએમ મોદીએ NCP પર આરોપ લગાવતા કહ્યું હતું કે અમારી પાર્ટીના નેતાઓ ભ્રષ્ટાચારમાં સામેલ છે અને સિંચાઈ કૌભાંડમાં સામેલ છે. આજે સાબિત થઈ ગયું છે કે પીએમ મોદીએ લગાવેલા આરોપ ખોટા હતા. હું માનું છું કે એજન્સીઓનો ઉપયોગ કરીને આ કાર્યવાહી કરવામાં આવી છે, કારણ કે અમારા 6-7 નેતાઓ સામે કેસ છે.’
COMMENTS