તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં મોત, પરિવારમાં માતમ

HomeGujaratInternational

તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતી વિદ્યાર્થીઓનાં મોત, પરિવારમાં માતમ

તુર્કીમાં અભ્યાસ કરતા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના એક માર્ગ અકસ્માતમાં મોત થયાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે. મૃતકોમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. મૃતક

વાયબ્રન્ટ ગુજરાત સમિટ: વડાપ્રધાન મોદીએ ગ્લોબલ લીડર્સ સાથે શરૂ કરી દ્વિ-પક્ષીય વાટાઘાટો
રેસલર જાતીય સતામણીનો કેસ: દિલ્હી કોર્ટે બ્રિજ ભૂષણને 18 જુલાઈએ હાજર રહેવા ઈશ્યુ કર્યું સમન્સ
વાયબ્રન્ટ ગુજરાત:’ગ્લોબલ ટ્રેડ શો’માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દબદબો, પીએમ મોદીએ શેર કર્યા જોરદાર ફોટો

તુર્કીમાં અભ્યાસ કરતા ચાર ગુજરાતી વિદ્યાર્થીઓના એક માર્ગ અકસ્માતમાં મોત થયાના દુઃખદ સમાચાર મળી રહ્યા છે. મૃતકોમાં બે યુવતીઓનો પણ સમાવેશ થાય છે. મૃતક વિદ્યાર્થીઓ મૂળ બનાસકાંઠાના હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતના સમાચાર મળતા જ વતનમાં રહેતા પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પરિવારજનો મૃતદેહોને વહેલી તકે વતન લાવવાની માંગ કરી રહ્યા છે.

મળતી માહિતી મુંજબ મૂળ ગુજરાતના ચારેય વિદ્યાર્થીઓ તુર્કીયેમાં હોટેલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. ગત રોજ રજાનો દિવસ હોવાથી ગુજરાતી મિત્રો કાર લઇને ફરવા નીકળ્યા હતા. આ દરમ્યાન કિરેનિયા શહેર નજીક હાઇવે પર સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી કાર સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર ચારેય વિદ્યાર્થીઓઓના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા.

મૃતક વિદ્યાર્થીઓના નામ પ્રતાપભાઈ ભુવાભાઈ કારાવદરા, જયેશ કેશુભાઈ આગઠ, અંજલિ મકવાણા અને પૃષ્ટી પાઠક હોવાનું જાણવા મળ્યું છે.

મૃતકોમાં બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના ભાંગરોડિયા ગામની 21 વર્ષીય યુવતી પૃષ્ટી પાઠકનો પણ સમાવેશ થાય છે. તુર્કીમાં BSC MLT નો અભ્યાસ કર્યા બાદ છેલ્લા એક વર્ષથી તુર્કીની એક હોટેલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી. પૃષ્ટીના માતા તુર્કીમાં છે. ત્યાં જ પૃષ્ટીની અંતિમ વિધિ કરવામાં આવી છે. જયારે અન્ય મૃતકોના મૃતદેહો વતનમાં લાવવા કાર્યવાહી શરુ કરવમાં આવી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0