વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પીએમ મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું છે. 13 જાન્યુઆરી સુધી આ ટ્રેડ શો ચાલશે. ત્યારે વડા પ્રધાને ટ્રેડ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે પીએમ મોદીએ ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્ઘાટન કર્યું છે. 13 જાન્યુઆરી સુધી આ ટ્રેડ શો ચાલશે. ત્યારે વડા પ્રધાને ટ્રેડ શોને લગતી કેટલીક તસવીરો સોશિયલ મીડિયા સાઇટ X પર શેર કરી હતી, તેમજ બુલેટ ટ્રેનના અનેક મોડલ પણ ટ્રેડ શોમાં શોકેસ કરાયા છે. જે મુલાકાતીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.
બુલેટ ટ્રેનનો પ્રોજેક્ટ એ ગુજરાતનો અતિ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ છે. ટ્રેડ શોમાં અમદાવાદ-મુંબઇ હાઇ સ્પીડ રેલ કોરિડોરના સ્ટોલમાં બુલેટ ટ્રેનનું 1:10 સ્કેલ મોડલ, ડ્રાઇવિંગ કેબનું સ્ટીમ્યુલેટર, અન્ડરસી ટનલ બોરિંગ મશીન, સુરત અને સાબરમતી એચ એસ આર મોડલ જેવા વિવિધ ટ્રેનના ભાગને શોકેસમાં મુકાયા હતા. આ સાથે જ મુલાકાતીઓ માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વિશેષતાઓ જણાવતા બેનરો પણ મુકાયા હતા.
મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર પ્રોજેકટ બમણી ગતિ સાથે આગળ વધી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં સરકારને 100 ટકા જમીન સંપાદનમાં સફળતા મળી છે. જે અંગે રાજ્યકક્ષાના રેલવે પ્રધાન દર્શના જરદોશે માહિતી આપી હતી.
ગુજરાત અને મહારાષ્ટ્ર માટેના તમામ સિવિલ કોન્ટ્રાક્ટરોને પુરસ્કૃત કરવામાં આવ્યા છે. સાથે જ 120.4 કિ.મી.ના ગર્ડરને લોન્ચ કરવામાં આવ્યા છે અને 271 કિ.મી.નું પિયર કાસ્ટિંગ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ માટે 6 પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોલા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો) અને વેંગાણીયા (નવસારી જિલ્લો) અને વેંગાણીયા (નવસારી જિલ્લો) એમ કુલ ૨૪ નદીઓ પરના પુલોમાંથી છ નદીઓ પર પુલનું કામ પૂર્ણ થઈ ગયું છે. નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી અન્ય નદીઓ પર કામ ચાલી રહ્યું છે.
COMMENTS