E-FIR આધારે નોંધાયેલી ફરિયાદમાં મોબાઈલ ચોરને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ, પીઆઈ કેડી જાડેજાની ટીમે ઉકેલી નાંખ્યો ગુનાનો ભેદ

HomeGujarat

E-FIR આધારે નોંધાયેલી ફરિયાદમાં મોબાઈલ ચોરને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ, પીઆઈ કેડી જાડેજાની ટીમે ઉકેલી નાંખ્યો ગુનાનો ભેદ

E-FIR આધારે દાખલ થયેલી ફરિયાદમાં સુરતની સલાબતપુરા પોલીસે મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. મોબાઈલ ચોરને મોબાઇલ ફોન સહિતનાં મુદ્દામાલ સાથે સ

જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા ચારના મોત, અન્યોની શોધખોળ, 12 દબાયા હોવાની આશંકા
સુરતની સિમ્ગા હાઇસ્કૂલના કલા શિક્ષક કૈયુમ ખલીફાની શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે પસંદગી
સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 24 ગાયના મોત, મહુવા-સુરત પેસેન્જર ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના

E-FIR આધારે દાખલ થયેલી ફરિયાદમાં સુરતની સલાબતપુરા પોલીસે મોબાઇલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો. મોબાઈલ ચોરને મોબાઇલ ફોન સહિતનાં મુદ્દામાલ સાથે સલાબતપુરાના સર્વેલન્સ સ્ટાફની ટીમ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો.
સુરતના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, ખાસ પોલીસ કમિશનર વાબાંગ જામીર, નાયબ પોલીસ કમિશનર ઝોન-2 ભગીરથ ગઢવી, મદદનીશ પોલીસ કમિશનર “સી” ડીવીઝન.ચિરાગ પટેલ જેવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોબાઇલ ચોરીના વણશોધાયેલા ગુનાઓ શોધી કાઢવા પોલીસ સ્ટાફને જરૂરી સુચના આપી હતી. સુચનાનાં આધારે સલાબતપુરા પોલીસ સ્ટેશનના પો.ઇન્સપેક્ટર.કે.ડી.જાડેજાના માર્ગદર્શન તથા સેકન્ડ પો.ઇન્સપેક્ટર એસ.એ.શાહનાં નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ ASI.મનસુખભાઇ મોરારભાઇ તથા પોલીસ માણસો ટેકનિકલ તથા હ્યુમન સોર્સિસ આધારે મોબાઇલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા વર્ક આઉટમાં હતા.આ દરમિયાન અ.હે.કો.વિક્રમભાઇ ગોવિંદભાઇ, અ.હે.કો.કિશોરભાઇ ધીરૂભાઇ અને અ.હે.કો.જનકભાઇ બાલુભાઇ વગેરેને મળેલી આધારભુત બાતમી-હકીકતનાં આધારે E-FIR ઉપરથી દાખલ થયેલા મોબાઇલ ફોન ચોરીના વણશોધાયેલા ગુનો શોધી કાઢી આરોપીને મુદ્દામાલ મોબાઇલ ફોન સાથે ઝડપી પાડી તેના વિરુધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી છે.
સલાબતપુરા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની કલમ 303(2), 317(2) મુજબ દાખલ કરેલા ગુના સંદર્ભે મૂળ મુળ રહે-ગામ. જાગાના, તાલુકો-ઘોઘંબા, જિલ્લો-પંચમહાલ અને હાલ રહે-પ્રાણ જીવન ભગત વૃધ્ધાશ્રમ, પાલ હજીરા રોડ ભાઠા ગામ સુરત ખાતે રહેતા 24 વર્ષીય રાહુલ છગનભાઇ ચામઠાની ધરપકડ કરી હતી.
સલાબતપુરાના પો.ઇન્સ કે.ડી.જાડેજાના માર્ગદર્શન તથા સેકન્ડ પો.ઇન્સ.એસ.એ.શાહના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ સ્ટાફના ઇન્ચાર્જ ASI.મનસુખભાઇ મોરારભાઇ, અ.હે.કો.વિક્રમભાઇ ગોવિંદભાઇ, અ.હે.કો.કિશોરભાઇ ધીરૂભાઇ, અ.હે.કો.જનકભાઇ બાલુભાઇ અને અ.હે.કો.નરેન્દ્રસિંહ પૃથ્વીસિંહ વગેરે ટીમ વર્કથી આ ગુનાનો ભેદ ઉકેલવા માટે કામગીરી બજાવી હતી.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0