સુરત: ભ્રષ્ટાચારના ભરડામાં ખૂંપેલા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ એક પરિવારને ખેદાન મેદાન કરવા તલપાપડ, બિલ્ડરો સાથે સેટીંગ પણ રહેણાંક મકાનને બબ્બે વાર તોડી નાંખ્યું

HomeGujarat

સુરત: ભ્રષ્ટાચારના ભરડામાં ખૂંપેલા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ એક પરિવારને ખેદાન મેદાન કરવા તલપાપડ, બિલ્ડરો સાથે સેટીંગ પણ રહેણાંક મકાનને બબ્બે વાર તોડી નાંખ્યું

સુરત મહાનગરાપાલિકાના સેન્ટ્રલ ઝોનના વહીવટને લઈ અનેક બૂમરાણ મચી રહી છે, ભારે હોબાળો થઈ રહ્યો છે પણ સેન્ટ્રલ ઝોના ખાઈ બદેલા અધિકારીઓની સામે કોઈ કાર્યવા

રાજકીય નેતાની કુટુંબીજન હોવાથી અધિકારીઓ દ્વારા સુરક્ષિત અંતર
અંકલેશ્વરનાં કાપોદ્રામાં વકફની જમીન બારોબાર વેચી નાંખનારા ટ્રસ્ટીને લપડાક, વક્ફ બોર્ડે ફટકાર્યો પંદર લાખનો દંડ, વેચાણ કરાર કેન્સલ
મોરબી બ્રિજ દુર્ઘટનામાં SITનો રિપોર્ટ રજૂ, જયસુખ પટેલ સહિત ઓરેવા કંપનીનો સ્ટાફ જવાબદાર

સુરત મહાનગરાપાલિકાના સેન્ટ્રલ ઝોનના વહીવટને લઈ અનેક બૂમરાણ મચી રહી છે, ભારે હોબાળો થઈ રહ્યો છે પણ સેન્ટ્રલ ઝોના ખાઈ બદેલા અધિકારીઓની સામે કોઈ કાર્યવાહી થઈ રહી નથી ત્યારે સેન્ટ્રલ ઝોનનાં શહેર વિકાસ ખાતા અને કાર્યપાલક ઈજનેર સહિતની બટાલીયને મોટું તીર માર્યું છે. કોટ વિસ્તારમાં રહેતા અને પોતાનું ઘર બાંધી રહેલા પરિવારને ઘર તોડી નાંખવા માટે ડિમોલિશનની નોટીસ આપીને બબ્બેવાર ડિમોલિશન કરી દેતા પરિવાર પર મોટી આફત આપી પડી હોવાનું લાગી રહ્યું છે.
મળતી માહિતી મુજબ સેન્ટ્રલ ઝોનના સગરામપુરા વિસ્તારમાં રહેતા પરિવાર દ્વારા પોતાના રહેવા માટે ઘર બાંધવામાં આવી રહ્યું છે. નિયમોનુસાર બાંધકામ કરવામાં આવ્યું છે પણ કેટલીક બાબતોને લઈ સેન્ટ્રલ ઝોનના શહેર વિકાસ ખાતા દ્વારા યેનકેન વાંધા ઉભા ડિમોલિશનની નોટીસ ફટકારાયા બાદ શૂરાતન ચઢ્યું હોય તેમ એક નહીં પણ બબ્બે વાર તોડફોડ કરવામાં આવી છે. પરિવાર દ્વારા રજૂઆત કરવામાં આવી હોવા છતાં અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા મનસ્વી રીતે નોટીસ પર નોટીસ ફટકારીને ડિમોલિશનની કાર્યવાહી કરાતા પરિવારની હાલત કફોડી બની જવા પામી છે.
નોંધનીય બાબત એ છે કે બિલ્ડરોના ગેરકાયદે બાંધકામ અંગે અનેકો ફરિયાદો કરવામાં આવે છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.બિલ્ડરોનાં પ્રોજેક્ટ થતી ફરિયાદોને કચરાની ટોપલીમાં પધરાવી દેવામાં આવતી હોવાનું લાગી રહ્યું છે. પરંતુ જ્યાં એક પરિવાર પોતાના રહેવા માટે જીવનમાં જમા કરાવેલી મૂડી અને બચત થકી ઘર બાંધી રહ્યો છે તેને બાંધકામ તોડવાની નોટીસ આપીને મોટું તીર માર્યું હોય તેમ ડિમોલિશન કરવામાં આવે છે. બિલ્ડરો સાથેની સાંઠગાંઠમાં વ્યવહાર થઈ જાય તો ત્યાં કોઈ ડિમોલિશન કરવામાં આવતું નથી પણ જ્યાં એક પરિવાર પોતાના રહેવા માટે એક આશિયાનો બાંધી રહ્યો છે તેના બાંધકામને તોડવા માટે અધિકારીઓ ઉતાવળા થઈને આટલા બધા રઘવાયા બનતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
સેન્ટ્રલ ઝોનમાં ભ્રષ્ટાચારની ફરિયાદો છેક ગાંધીનગર અને વિજિલન્સ વિભાગને પણ કરવામાં આવી છે. ભ્રષ્ટાચારની તમામ હદ વટાવીને વહીવટ કરી રહેલા સેન્ટ્રલ ઝોનના અધિકારીઓ હવે એક પરિવારને ખેદાન મેદાન કરવા તલપાપડ બન્યા છે. મ્યુનિ.કમિશનર આ સ્વંય સંજ્ઞાન લઈને કાર્યવાહી કરશે એવો આશાવાદ સેવવામાં આવી રહ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0