સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 2015માં નોંધાયેલી છેતરપિંડી અને રુપિયા નહીં ચૂકવ્યાના કેસમાં વેપારીને જામીન પર મૂક્ત કરવાનો આદેશ સુરતની કોર્ટ દ્વારા કરવામા
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 2015માં નોંધાયેલી છેતરપિંડી અને રુપિયા નહીં ચૂકવ્યાના કેસમાં વેપારીને જામીન પર મૂક્ત કરવાનો આદેશ સુરતની કોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે. આ કેસમાં બચાવપક્ષમાં વિદ્વાન અને સિનિયર વકીલ બિમલ સુખડવાલા અને એમબી સુખડવાલાએ દલીલો કરી હતી.
વિગતો મુજબ ડાબર કોલોની, એનઆર ભારત ગેસ એજન્સી, કાલા દારા ગામ, જિ: જયપુર, રાજસ્થાન ખાતે રહેતા કાપડના વેપારી રામકાંત વિષ્ણુ રામગોપાલ સામે સુરતની 16મી (એડ-હોક) એડિશનલ સેશન્સ જજની કોર્ટમાં આઈપીસીની કલમ 406,409,420 અને 114 હેઠળ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ફરિયાદનાં અનુસંધાને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં આરોપી તરફે જામીન અરજી દાખલ કરવામાં આવી હતી અને કેટલીક શરતો સાથે જામીન મંજુર કરવામાં આવ્યા હતા.
બનાવમાં કાપડના માલના 3,50,784 રુપિયા નહીં ચૂકવવામાં આવતા ફરિયાદીએ પોલીસ ફરિયાદ કરી હતી અને પોલીસે આઈપીસીની કલમ 406,409,420 અને 114 મુજબ ફરિયાદ દાખલ કર હતી. કોર્ટે તમામ દલીલો સાંભળીને રમાકાંત વિષ્ણુ રામગોપાલને નિયમિત જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો હતો અને 50 હજાર રુપિયા સ્થાનિક જામીન સાથે પર્સનલ બોન્ડ પર જામીન પર છોડવાનો હુકમ કર્યો હતો.
સમગ્ર કેસમાં વિદ્વાન વકીલ બિમલ સુખડવાલા અને એમબી સુખડવાલાએ બચાવ પક્ષે દલીલો કરી હતી.
COMMENTS