Alert News: 40મા દિવસે ચમત્કારઃ જે સ્થળેથી પૌરાણિક દરગાહનું ડિમોલિશન કરાયું તે સ્થળેથી નવનિર્મિત બ્રિજ બેસી ગયો<br>પહેલાં જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ.

HomeUncategorizedCrime

Alert News: 40મા દિવસે ચમત્કારઃ જે સ્થળેથી પૌરાણિક દરગાહનું ડિમોલિશન કરાયું તે સ્થળેથી નવનિર્મિત બ્રિજ બેસી ગયો
પહેલાં જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ.

સુરતવરિયાવ-વેડને જોડતા બ્રિજનો એપ્રોચ 40મા દિવસે જ તુટી જતાં અનેક લોકોમાં તર્ક વિતર્ક સાથે ભાજપ અને વહીવટીતંત્ર સામે ફીટકાર વરસી રહી છે.બ્રિજને ન

સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે
Alert News: ડુમસ રોડ પર બીઆરટીએસ ડ્રાઇવરે સ્ટેશનમાંજ બસને ધડાકાભેર ઠોકી, ચારને ઇજા.
19 facts about military records that will impress your friends

સુરત
વરિયાવ-વેડને જોડતા બ્રિજનો એપ્રોચ 40મા દિવસે જ તુટી જતાં અનેક લોકોમાં તર્ક વિતર્ક સાથે ભાજપ અને વહીવટીતંત્ર સામે ફીટકાર વરસી રહી છે.
બ્રિજને નડતરરૂપ હોવાનું જણાવીને જ દરગાહનું ડિમોલિશ કરવામાં આવ્યું તે દરગાહમાં આરામ ફરમાવી રહેલા બુઝુર્ગે કરામત દેખાડી હોવાનું ચારેતરફ ચર્ચાઈ રહ્યું છે. અધિકારીઓ પણ એક તબક્કે માની લેવા તૈયાર છે કે તેમણે અચાનક દરગાહનું ડિમોલિશન કરીને જઘન્ય અપરાધ કર્યું છે.

118.42 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનું કેન્દ્રીય રેલ રાજ્ય મંત્રી દર્શના જરદોશ દ્વારા વાજતે ગાજતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેમની ઉપસ્થિતિમાં પાલિકાના પદાધિકારીઓ સાથે ભાજપના કાર્યકર્તાઓને પણ બ્રિજના ઉદ્ધાટન સમારોહમાં ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા જેમણે ભારતીય લોકશાહીને લજવે તેવા સુત્રોચ્ચાર પોકાર્યા હતા.

સિઝનના પ્રથમ વરસાદે જ પાલિકાની મેલી મુરાદ પણ પાણી ફેરવતા ચમત્કારી શક્તિએ બ્રિજના એપ્રોચને રીતસરનો તોડી નાંખ્યો હોય એમ એક તરફનો વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે.

ડિમોલિશન પછી હાડપિંજરનું અપમાન
પહેલાંથી જ મેલી મુરાદ સાથે આગળ વધી રહેલા પાલિકાના શાસકો તેમજ બ્રિજ સેલે દરગાહને ખસેડવાની યોજના બનાવી જ લીધી હતી પરંતુ છેકસુધી તમામને અંધેરામાં રાખવામાં આવ્યા બાદ છેલ્લી ઘડીએ દરગાહનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. રાતોરાત દરગાહનું ડિમોલિશન કર્યા બાદ કબરમાંથી બહાર આવેલા હાડપિંજરને અસ્તવ્યસ્ત રીતે ત્યજી દેવામાં આવ્યા હતા. ત્યારબાદ એહલે સુન્નત વલ જમાતને અનુયાયીઓએ અવશેષોને બાઈજ્જત દફનાવ્યા હતા અને બુઝૂર્ગો સાથે થયેલા અન્યાય અંગે માફી પણ તલબ કરી હતી. જોકે, બુઝૂર્ગે 40મા દિવસે જ ચમત્કાર સર્જયો હોય એમ વિશ્વભરમાં શેખ પીરના ચમત્કારની ચર્ચાએ વેગ પકડ્યું છે.

પાલિકાની નિયત પર પ્રશ્ન
ઉમરા બ્રિજ ટાણે અનેક ગૃહસ્થોના મકાનો ડિમોલિશ કરીને રસ્તે રઝળતા કરવાનું પાપ કરનાર ભાજપ શાસકોને કોઈ ચમત્કારી શક્તિ જ પાઠ ભણાવી શકે એમ હતી. ભાજપનો પાપનો ઘડો છલકાઈ ગયો હોય એમ નાની વેડ પર બુઝુર્ગે ચમત્કાર કરી બતાવ્યો છે. અલ્લાહના વલીના મઝાર સાથે છેડછાડ કરવાની ચેષ્ટા કરનાર સામે ચોમેરથી વિરોધ ફાટી નિકળ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0