પથરીની સર્જરીમાં બેદરકારીથી મહિલા દર્દીનાં મોતના કેસમાં હોસ્પિટલ દંડાઈ

HomeCrime

પથરીની સર્જરીમાં બેદરકારીથી મહિલા દર્દીનાં મોતના કેસમાં હોસ્પિટલ દંડાઈ

પાર્થ હોસ્પિટલ-ડૉ. કૌશિક ગજ્જરને વળતર ચૂકવવા હુકમ દર્દીને અન્ય હોસ્પિટલે રિફર કરાયા હતા, 12.30 લાખ વળતરનો હુકમ દર્દીની તબિયતમાં કોઈ સુધારો થયો

દુષ્કર્મ પીડિતાને લાલચ આપવા ગયેલા રાંદેરનો આરિફ ભામ ભેરવાયોડિંડોલી પોલીસે નોટિસ ઈશ્યુ કરીને અનેક ચેતવણી ઉચ્ચારી
Alert News: 40મા દિવસે ચમત્કારઃ જે સ્થળેથી પૌરાણિક દરગાહનું ડિમોલિશન કરાયું તે સ્થળેથી નવનિર્મિત બ્રિજ બેસી ગયો
પહેલાં જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ.
મોરબી: એક મકાન માંથી જુગાર રમતા ૯ જણા ઝડપાયા
  • પાર્થ હોસ્પિટલ-ડૉ. કૌશિક ગજ્જરને વળતર ચૂકવવા હુકમ
  • દર્દીને અન્ય હોસ્પિટલે રિફર કરાયા હતા, 12.30 લાખ વળતરનો હુકમ
  • દર્દીની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને સપ્ટેમ્બર 2014માં દર્દીનું મોત થયું

પથરીની સારવારમાં બેદરકારી બાદ થોડાક મહિનામાં ગાંધીનગરના મહિલા દર્દીનું મોત થયું હતું.

ગુજરાત રાજ્ય ગ્રાહક કમિશને આ કેસમાં અમદાવાદના સાબરમતી સ્થિત પાર્થ હોસ્પિટલ અને ડો. કૌશિક ગજ્જરને 12.30 લાખ વળતર ચુકવવા માટે આદેશ કર્યો છે. મૃતકના વારસદારને આ રકમ મળવાપાત્ર થશે. ફરિયાદીએ હોસ્પિટલ અને તબીબ સામે બેદરકારીનો આક્ષેપ કર્યો હતો, કમિશને પણ સારવારમાં બેદરકારી હોવાનું નોંધી અકસ્માત કેસમાં જે રીતે વળતર માટે ગણતરીનો અંદાજ મુકીએ છીએ તે આધારે ઉપરોક્ત રકમ ચુકવવા આદેશ કર્યો હતો.

ગાંધીનગરના ફરિયાદી કે.એમ. વાઘેલા તરફથી ગ્રાહક કોર્ટમાં 20 લાખ વળતરનો દાવો કરાયો હતો, ફરિયાદી તરફથી વકીલે દાવો કર્યો હતો કે, સારવારમાં બેદરકારીથી ફરિયાદીના પત્નીનું મોત થયું છે. એપ્રિલ 2014ના અરસામાં વોમિટિંગની ફરિયાદ હતી, રિપોર્ટ કરાવતાં પથરી હોવાનું સામે આવ્યું હતું. પાર્થ હોસ્પિટલમાં સર્જરીની સલાહ અપાઈ હતી, સર્જરી પહેલાં પેથોલોજિકલ તપાસ કરાઈ ન હોવાનો આક્ષેપ કરાયો હતો, સર્જરી વખતે દર્દીની તબિયત વધુ ગંભીર થઈ હતી, એ પછી જુદી જુદી હોસ્પિલમાં રિફર કરવામાં આવ્યા હતા. અન્ય હોસ્પિટલમાં તપાસ દરમિયાન કહેવાયું હતું કે, દર્દીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યો હતો અને ડાયાબિટીસ હતું. અંતે દર્દીની તબિયતમાં કોઈ સુધારો થયો ન હતો અને સપ્ટેમ્બર 2014માં દર્દીનું મોત થયું હતું.

બીજી તરફ હોસ્પિટલ અને ડોક્ટર વતી વકીલે મુદ્દો રજૂ કર્યો હતો કે, તબીબી સેવામાં કોઈ ખામી નથી, ડોક્ટર નિષ્ણાત સર્જન છે, હજારો સર્જરી કરી છે, ક્લિનિકલ તપાસ કરાઈ ન હોવાની વાત અયોગ્ય છે. ઓપરેશન વખતે દર્દીની તબિયત ક્રિટિકલ હોવાની જાણ તૂર્ત જ દર્દીના સગાને કરાઈ હતી. હૃદય કે શ્વાસ સંબંધી કોઈ તકલીફ થઈ નહોતી એટલે કાર્ડિયોલોજિસ્ટને બોલાવવાનો પ્રશ્ન રહેતો નથી. યોગ્ય મોનિટરિંગ કરાયું હોવાથી દર્દીને અન્યત્ર રિફર માટે સલાહ આપવામાં આવી હતી. અંતે આ કેસમાં કમિશને સારવારમાં બેદરકારી હોવાનું માની હોસ્પિટલ અને ડોક્ટરને વળતર ચુકવવા માટે આદેશ કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0