સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેની રજિસ્ટ્રીને તેની વેબસાઈટ
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર સાઈબર હુમલાના સમાચાર સામે આવ્યા છે. સુપ્રીમ કોર્ટે આજે એક પરિપત્ર જારી કરીને કહ્યું હતું કે, તેની રજિસ્ટ્રીને તેની વેબસાઈટ પર ફિશીંગ હુમલા વિશે જાણ કરવામાં આવી છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, સત્તાવાર વેબસાઈટની નકલ કરીને નકલી વેબસાઈટ બનાવવામાં આવી છે અને તેને હોસ્ટ કરવામાં આવી છે. હુમલાખોરો યુઆરએલ દ્વારા અંગત વિગતો અને ગોપનીય માહિતી માગી રહ્યા છે. તેથી યુઆરએલ પર ક્લિક કરનારાઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ વ્યક્તિગત અને ગોપનીય માહિતીને શેર અથવા જાહેર ન કરે, કારણ કે સુપ્રીમ કોર્ટે લોકોને ચેતવણી આપી હતી કે આનાથી ગુનેગારોને માહિતી ચોરી કરવામાં મદદ મળશે.
હેકિંગની દુનિયામાં સાયબર ગુનેગારો દ્વારા ઘણાં પ્રકારના હુમલાઓ કરવામાં આવે છે અને આ સાયબર હુમલાઓમાંથી એક ફિશીંગ હુમલો પણ છે. આ એક ખૂબ જ લોકપ્રિય સાયબર એટેક છે. જે લોકો તેની ચૂંગાલમાં ફસાઈ જાય છે તેઓ માત્ર પૈસા જ નહીં, પરંતુ અંગત ડેટા માટે જવોખમી છે. આ હુમલાનો ઉપયોગ હેકર્સ દ્વારા યુઝરની ગોપનીય માહિતી જેમ કે, બેંક એકાઉન્ટ સંબંધિત માહિતી, સોશિયલ મીડિયા એકાઉન્ટની માહિતી, ક્રેડિટ કાર્ડ વિગતો વગેરેની ચોરી કરવા માટે કરવામાં આવે છે. આ હુમલા હેઠળ સાયબર ગુનેગારો યુઝરને ઈમેલ, મેસેજ અથવા યુઆરએલ મોકલે છે, જેમાં એક લિંક જોડાયેલા હોય છે.
સાયબર ગુનેગારો લિંક પર ક્લિક કરીને વપરાશકર્તાને તેમની ગુપ્ત માહિતી દાખલ કરવા માટે વિનંતી કરે છે અથવા દબાણ કરે છે અને જ્યારે વપરાશકર્તા ભય અથવા લોભને કારણે તેમના દ્વારા મોકલવામાં આવેલી લિંક પર ક્લિક કરે છે, ત્યારે તે ફિશીંગ પેજ પર પહોંચે છે, જે બિલકુલ તેના પેજ જેવું જ દેખાય છે. પછી યુઝર જેવો તે પેજમાં પોતાની ગોપનીય માહિતી દાખલ કરે છે અને સબમિટ કરે છે કે તરત જ તેની ગોપનીય માહિતી સાયબર ક્રિમિનલ સુધી પહોંચે છે અને તે તેનો દૂરૃપયોગ કરે છે. તે માછીમારી જેવું છે તેથી તેને ફિશીંગ એટેક તરીકે ઓળખવામાં આવે છે.
COMMENTS