ખાલિસ્તાનીઓની ધમકીના પગલે મોદી સ્ટેડિયમમાં તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

HomeGujaratSports

ખાલિસ્તાનીઓની ધમકીના પગલે મોદી સ્ટેડિયમમાં તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આગામી તા. પાંચ ઓક્ટોબરથી અમદાવાદના મોદી સ્ટેડિયમથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૃ થનાર છે ત્યારે ભારતે જેને આતંકવાદી જાહેર કર્યો છે તે ખાલિસ્તાની આતંકી ગુરપતવ

ચંદ્રયાન-3 રોવરે ચંદ્રની સપાટી પર સલ્ફર અને ઓક્સિજન શોધી કાઢ્યું, હાઇડ્રોજનની શોધ ચાલુ : ઈસરો
મહિલા કુસ્તીબાજોની જાતીય સતામણી: WFI ના પૂર્વ વડા, ભાજપ સાંસદ બ્રિજભૂષણને દિલ્હી કોર્ટમાંથી વચગાળાના જામીન મળ્યા
PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું,”મિશન ચંદ્રયાન-3 નવા ભારતની ઓળખ બની ગયું”

આગામી તા. પાંચ ઓક્ટોબરથી અમદાવાદના મોદી સ્ટેડિયમથી ક્રિકેટ વર્લ્ડ કપ શરૃ થનાર છે ત્યારે ભારતે જેને આતંકવાદી જાહેર કર્યો છે તે ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ આપેલી ધમકીના પગલે મોદી સ્ટેડિયમમાં સુરક્ષા માટે તમામ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ છે.

અમદાવાદ સાયબર ક્રાઈમે ખાલિસ્તાની સમર્થક પન્નુ સામે પોલીસ ફરિયાદ નોંધી છે. હવે આ કેસમાં સાયબર ક્રાઈમની સાથે દેશની ટોચની એજન્સી સાથે મળીને કામ કરશે. જેમાં એનઆઈએ, રો, સેન્ટ્રલ આઈબી પણ જોડાશે જે માટે સત્તાવાર કામગીરી શરૃ થઈ ગઈ છે.

ભારતમાં આગામી દિવસોમાં ક્રિકેટ વર્લ્ડકપની શરૃઆત થવા જઈ રહી છે. આ વર્લ્ડકપ પર ખાલિસ્તાની સમર્થકે રેકોર્ડેડ કોલ કરાવીને પોતાનો ભય ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. આ તમામ કોલ વિદેશની ધરતી પરથી થયા હતાં અનેતેની પાછળ આતંકીઓનો ખૂબ જ ખરાબ મનસૂબો હોય તેવી શક્યતાના આધારે કોઈપણ કચાસ છોડવામાં ન આવે તે માટે દેશની સુરક્ષા એજન્સીઓએ કમર કસી લીધી છે.

અમદાવાદમાં રમાનારી વર્લ્ડકપની મેચોને લઈને ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નુએ ધમકીઓ આપી હતી. તેણે ધમકીમાં કહ્યું હતું કે, પાંચ ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ ટેરર વર્લ્ડકપ શરૃ થશે. અમદાવાદના નાગરિકોને ભયભીત કરવા માટે ધમકીભર્યા કોલ કરાતા હતાં.

ગુરપતસિંહ પન્નુએ સોશિયલ મીડિયામાં વાઈરલ કરેલા વીડિયોમાં આ પ્રકારની ધમકી આપી હતી. તેણે જણાવ્યું હતું કે, શીખ ફોર જસ્ટિસ ખાલિસ્તાન ધ્વજ સાથે અમદાવાદનો ઉપયોગ કરીને તોફાન કરીશું. અમે શહીદ નિજ્જરની હત્યાનો બદલો લેવાના છીએ. અમે તમારી બૂલેટ સામે બેલેટનો ઉપયોગ કરીશું. અમે તમારી હિંસા વિરૃદ્ધ મતનો ઉપયોગ કરીશું. યાદ રાખો પાંચમી ઓક્ટોબરે ક્રિકેટ વર્લ્ડકપ નહીં પણ વર્લ્ડ ટેરર કપની શરૃઆત હશે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0