બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જુથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્ર
બ્રિટનમાં કટ્ટરપંથી ખાલિસ્તાની સમર્થકોએ ફરી એકવાર હંગામો મચાવ્યો છે. બ્રિટિશ ખાલિસ્તાની સમર્થકોના એક જુથે શુક્રવારે બ્રિટનમાં ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈ સ્વામીને સ્કોટલેન્ડમાં ગુરુદ્વારામાં પ્રવેશતા અટકાવ્યા હતાં. ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈ કમિશનરને કારમાંથી નીચે ઉતરવા દીધા ન હતાં.
ખાલિસ્તાન તરફી શીખ કાર્યકર્તાએ જણાવ્યું કે, તેમાંથી કેટલાકને ખબર પડી કે દોરાઈસ્વામીએ આલ્બર્ટ ડ્રાઈવ પર ગ્લાસગો ગુરુદ્વારાની ગુરુદ્વારા કમિટી સાથે મિટિંગ કરવાની યોજના બનાવી છે.
ખાલિસ્તાની સમર્થકે કહ્યું, ‘કેટલાક લોકો આવ્યા અને તેમને કહ્યું કે તેમનું અહીં સ્વાગત નથી અને તેઓ ચાલ્યા ગયા. હળવી બોલાચાલી થઈ હતી. મને નથી લાગતું કે ગુરુદ્વારા કમિટીમાં જે બન્યું તેનાથી હું બહુ ખુશ છું, પરંતુ બ્રિટનના કોઈપણ ગુરુદ્વારામાં ભારતીય અધિકારીઓનું સ્વાગત નથી. અમે યુકે અને ભારત વચ્ચેની મિલીભગતથી કંટાળી ગયા છીએ. હરદીપસિંહ નિજ્જરની હત્યા પછી તાજેતરના તણાવને કારણે બ્રિટિશ શીખોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. તે અવતારસિંહ ખાંડા અને જગતારસિંહ જોહલ સાથે સંબંધિત છે.
આ પહેલીવાર નથી જ્યારે બ્રિટનમાં ખાલિસ્તાની સમર્થકોએ આ પ્રકારનું કુત્ય કર્યું હોય. આ પહેલા પણ તે ઘણી વખત આવા કામો કરી ચૂક્યા છે. આ વર્ષે માર્ચમાં બ્રિટિશ રાજધાની લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન બિલ્ડીંગ પર પણ હુમલો થયો હતો. ખાલિસ્તાની ધ્વજ લઈને અહીં પહોંચેલા ટોળાએ હાઈ કમિશન બિલ્ડીંગ પરથી ભારતીય ધ્વજ ઉતારી લીધો હતો અને ખાલિસ્તાની ધ્વજ ફરકાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના પછી ભારતે બ્રિટન સમક્ષ પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.
નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સીએ પંજાબ અને ચંદીગઢમાં ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંતસિંહ પન્નુની મિલકતો જપ્ત કરી છે. પન્નુ પ્રતિબંધિત સંગઠન શીખ ફોર જસ્ટિસના વડા છે. તે કેનેડા અને અન્ય દેશોમાં ભારત વિરોધી નિવેદનો કરતો રહે છે. હાલમાં કેનેડા-ભારત વિવાદમાં, તેણે કેનેડામાં રહેતા હિન્દુઓને પણ ધમકી આપી હતી.
COMMENTS