પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન, વડાપ્રધાન મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા

HomeCountry

પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન, વડાપ્રધાન મોદીએ ફોન કરીને અભિનંદન પાઠવ્યા

 મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે

અજિતને મળ્યા બાદ શરદ પવાર બોલ્યા,”કેટલાક લોકો  ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજાવી રહ્યા છે”
ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા CM સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની લેશે મુલાકાત
આઘાત:બોલિવૂડના જાણીતા ગીતકાર દેવ કોહલીનું 81 વર્ષની વયે નિધન, અનેક ફિલ્મોમાં લખ્યા હતા સુપરહિટ ગીતો

 મોદી સરકારે આજે એક મોટી જાહેરાત કરી છે. સરકારે ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને દેશનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન આપવાની જાહેરાત કરી દીધી છે. આ વાતની જાણકારી ખુદ પીએમ મોદીએ આપી હતી. વડાપ્રધાન મોદીએ લખ્યું કે અડવાણીનું ભારતના વિકાસમાં યોગદાન અવિસ્મરણીય રહેશે.

ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. ખુદ પીએમ મોદીએ શનિવારે સોશિયલ મીડિયા પર આ જાહેરાત કરી હતી. મોદીએ લખ્યું, ‘મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે લાલકૃષ્ણ અવડાણીજીને ભારત રત્ન આપવામાં આવશે. મેં તેમની સાથે વાત કરી છે અને તેમને અભિનંદન આપ્યા છે. તે આપણા સમયના સૌથી આદરણીય રાજનેતા છે. દેશના વિકાસમાં તેમના યોગદાનને કોઈ ભૂલી શકશે નહીં. તેમણે પાયાના સ્તરેથી કામ શરૃ કર્યું હતું અને દેશના નાયબ વડાપ્રધાન પદ સુધી પહોંચ્યા.’

આ પહેલા ર૩ જાન્યુઆરીએ બિહારના પૂર્વ મુખ્યમંત્રી કર્પૂરી ઠાકુરને ભારત રત્ન (મરણોત્તર) આપવાની જાહેરાત કરવામાં આવી હતી. કર્પૂરી ઠાકુર બે વખત બિહારના મુખ્યમંત્રી અને એક વખત નાયબ મુખ્યમંત્રી રહ્યા. તેઓ પછાત વર્ગોના હિતોની હિમાયત કરવા માટે જાણીતા હતાં.

અડવાણીનો જન્મ ૮ નવેમ્બર ૧૯ર૭ ના કરાંચીમાં થયો હતો અને ભાગલા પછી ભારતમાં વસ્યા હતાં. અડવાણીની રાજકીય કારકિર્દી ૧૯૪ર માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવક તરીકે શરૃ થઈ હતી. અડવાણી ૧૯૭૦ થી ૧૯૭ર સુધી જનસંઘના દિલ્હી એકમના અધ્યક્ષ રહ્યા હતાં. ૧૯૭૩ થી ૧૯૭૭ સુધી જનસંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ રહ્યા હતાં.

૧૯૭૦ થી ૧૯૮૯ સુધી, તેઓ ચાર વખત રાજ્યસભાના સભ્ય રહ્યા હતાં. આ દરમિયાન ૧૯૭૭ માં તેઓ જનતા પાર્ટીના મહાસચિવ પણ રહ્યા હતાં. તેઓ વર્ષ ર૦૦ર થી ર૦૦૪ દરમિયાન અટલબિહારી વાજપેયીની સરકારમાં નાયબ વડાપ્રધાન હતાં, અને ૧૯૯૮ થી ર૦૦૪ સુધી કેન્દ્રિય ગૃહમંત્રી પણ રહ્યા હતાં. તેઓ વર્ષ ર૦૦૪ માં ‘વેઈટીંગ ફોર પી.એમ.’ તરીકે એનડીએ તરફથી પીએમ પદના ઉમેદવાર હતાં, પણ એનડીએને બહુમતી મળી નહોતી. મોદી વડાપ્રધાન બન્યા પછી તેઓને માર્ગદર્શન મંડળમાં મૂકાયા છે, તે સર્વવિદિત છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0