દિલ્હી આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગ (MWL) ના વડા શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ ભારતની એકતા અને દેશનાં મુસ્લિમ સમુદાયની રાષ્ટ્રીય ગૌરવની ભાવના મા
દિલ્હી આવેલા મુસ્લિમ વર્લ્ડ લીગ (MWL) ના વડા શેખ ડૉ. મોહમ્મદ બિન અબ્દુલકરીમ અલ-ઇસાએ ભારતની એકતા અને દેશનાં મુસ્લિમ સમુદાયની રાષ્ટ્રીય ગૌરવની ભાવના માટે પ્રશંસા કરી હતી.
નવી દિલ્હીના ઈન્ડિયા-ઈસ્લામિક કલ્ચરલ સેન્ટરનાં કાર્યક્રમ દરમિયાન ડૉ. અલ-ઇસાએ કહ્યું કે માનવતામાં ભારતનું યોગદાન અદ્વિતીય છે. ભારતીય મુત્સદ્દીગીરી વિશે ઘણું સાંભળ્યું છે. ભારતીયો તમામ વિવિધતા સાથે ભાઈચારા માટે એક ગ્રેટ મોડેલ છે. વાસ્તવિક રીતે આ સંદર્ભે ભારતે લીધેલા તમામ પ્રયત્નોની અમે પ્રશંસા કરીએ છીએ.
તેમણે જણાવ્યું હતું કે ભારત વિશ્વને શાંતિનો સંદેશ આપી શકે છે. ભૂતપૂર્વ સાઉદી ન્યાય પ્રધાન ડો. અલ ઈસા ભારતની પાંચ દિવસની મુલાકાતે છે અને તેમને મવાળવાદી ઇસ્લામ માટે વૈશ્વિક રીતે અગ્રીમ અવાજ માનવામાં આવે છે.
અલ ઈસાએ કહ્યું કે છેલ્લા ઘણા દિવસોથી ભારતીયો સમાજના વિવિધ ઘટકો વિશે વાત કરી રહ્યા છે. ભારતમાં મુસ્લિમ સમુદાય વિશે તેમણે કહ્યું કે તેમને તેમના બંધારણ પર ગર્વ છે અને તેમના રાષ્ટ્ર પર ગર્વ છે. ભારતના મુસ્લિમોને પણ દેશના ભાઈચારા પર ગર્વ છે, જે તેઓ બાકીના ભારતીય સમાજ સાથે વહેંચે છે.
નોંધપાત્ર રીતે મુસ્લિમ વર્લ્ડ લીગ સાઉદી અરેબિયા સ્થિત સંસ્થા છે જે વિશ્વભરના મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરે છે.
તેમણે કહ્યું કે ભારતીય શિક્ષણે માનવતામાં ઘણું યોગદાન આપ્યું છે. ભારત ભાઈચારાની ભાવનાનું જીવંત ઉદાહરણ છે. મુસ્લિમ વર્લ્ડ લીગે યુએન પ્લેટફોર્મ પરથી “પૂર્વ અને પશ્ચિમ વચ્ચે સેતુ બનાવવા”ની પહેલ શરૂ કરી છે.
અલ-ઈસા સોમવારે ભારત આવ્યા હતા અને વિદેશ મંત્રી એસ જયશંકર અને લઘુમતી બાબતોના મંત્રી સ્મૃતિ ઈરાની સાથે પણ મુલાકાત કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પણ મળી શકે છે.
COMMENTS