ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહર્રમના જુલૂસને અકસ્માત નડ્યો હતો. જુલુસ દરમિયાન તાજિયા હાઈ ટેન્શન લાઈનની ચપેટમાં આવી ગયા હતા, જેના કારણે ચાર લોકો
ઝારખંડના બોકારોમાં શનિવારે સવારે મોહર્રમના જુલૂસને અકસ્માત નડ્યો હતો. જુલુસ દરમિયાન તાજિયા હાઈ ટેન્શન લાઈનની ચપેટમાં આવી ગયા હતા, જેના કારણે ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 9 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના સવારે 6 વાગ્યે બની હતી જ્યારે મોહર્રમનું જુલુસ કાઢવામાં આવી રહ્યું હતું ત્યારે તાજિયા પર રાખેલો ધ્વજ 11000 વોલ્ટના વાયરને અડકી ગયો હતો.
સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર, તાજિયા એક વાયરને અડી ગયું ત્યારબાદ જોરદાર અવાજ આવ્યો અને ઘણા લોકો તેની ઝપેટમાં આવી ગયા. ઘાયલોને ડીવીસી બોકારો થર્મલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.
બોકારોના પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ઘટના રાજ્યની રાજધાની રાંચીથી લગભગ 80 કિમી દૂર પેટરવાર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા ખેતકો ગામમાં બની હતી. લોખંડનો બનેલો ધાર્મિક ધ્વજ ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવી ગયો હતો. આ ઘટના શનિવારે સવારે 6 વાગ્યાની આસપાસ બની જ્યારે તેઓ મોહરમના જુલૂસની તૈયારી કરી રહ્યા હતા. ધાર્મિક ધ્વજ લોખંડનો બનેલો હતો. તે કોઈક રીતે 11,000-વોલ્ટની હાઇ-ટેન્શન પાવર લાઇનના સંપર્કમાં આવ્યો હતો.
COMMENTS