મુંબઈના ગોરેગાંવમાં ૬ માળની બિલ્ડીંગમાં આગ લાગતા ૭ લોકોના મૃત્યુ થયા છે, અને ૪૬ લોકો દાઝી ગયા છે. આ ઈમારતમાંથી ૩૦ લોકોને બચાવી લેવાયા છે. મુંબઈના
મુંબઈના ગોરેગાંવમાં ૬ માળની બિલ્ડીંગમાં આગ લાગતા ૭ લોકોના મૃત્યુ થયા છે, અને ૪૬ લોકો દાઝી ગયા છે. આ ઈમારતમાંથી ૩૦ લોકોને બચાવી લેવાયા છે.
મુંબઈના ગોરેગાંવમાં આજે વહેલી સવારે ૩ વાગ્યાની આસપાસ આગ ફાટી નીકળી હતી. તે સમયે લોકો સુતા હતાં જેના કારણે ઘણાં લોકો દાઝી ગયા હતાં. આજે વહેલી સવારે ૬ માળની ઈમારતમાં લાગેલી આગમાં ૭ લોકોના મોત થયા છે, બેની હાલત નાજુક છે.
આગના કારણે ૪૬ લોકો દાઝી ગયા હતાં. ઈમારતમાં ફસાયેલા ૩૦ લોકોને બચાવી લેવાયા છે. આગના કારણે બિલ્ડીંગના પાર્કિંગમાં રાખવામાં આવેલા અનેક વાહનો બળીને ખાખ થઈ ગયા હતાં. જેમાં ૪ કાર અને ૩૦ જેટલી બાઈકનો સમાવેશ થાય છે. આગ ક્યા કારણોસર લાગી તે હજુ જાણી શકાયું નથી. આગ લાગ્યા પછી ફાયરબ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એક અધિકારીએ જણાવ્યું કે, ગોરેગાંવ પશ્ચિમના આઝાદનગર વિસ્તારમાં આવેલી જય ભવાની બિલ્ડીંગમાં સવારે ૩ વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગમાં ઘાયલ લોકોને જોગેશ્વરીના ટ્રોમા સેન્ટર અને જુહૂની કુપર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતાં, જેમાંથી બે સગીર અને બેમ મહિલા સહિત છને તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. ફાયરબ્રિગેડને આગ ઓલવવામાં ચાર કલાક જેટલો સમય લાગ્યો હતો. આઠથી વધુ ફાયર ટેન્ડરોએ આગને કાબૂમાં લીધી હતી, તેમ અધિકારીએ જણાવ્યું હતું.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બિલ્ડીંગના પાર્કિંગમાં ઘણું જુનું કાપડ રાખવામાં આવ્યું હતું, જેના કારણે આગ લાગી કે છે અને થોડી જ વારમાં આગ આખા પાર્કિંગમાં અને બિલ્ડીંગના પહેલા અને બીજા માળ સુધી ફેલાઈ ગઈ હતી.
COMMENTS