દેશની પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી આયોગ દિવાળી પછી પાંચ રાજ્યમાં ચૂંટણી યોજી શકે છે. એવ
દેશની પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી આયોગ દિવાળી પછી પાંચ રાજ્યમાં ચૂંટણી યોજી શકે છે. એવા ચૂંટણીના કારણે રાજકીય પક્ષો લોકોને ‘રેવડી’ આપી મત ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેને લઈ આજે સુપ્રિમમાં એક સુનાવણી થઈ હતી.
ચૂંટણી પહેલાં મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓ દ્વારા કરવામાં આવતી જાહેરાતો સામે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે સુપ્રિમ કોર્ટે બંને રાજ્ય સરકાર, કેન્દ્ર અને ચૂંટણી પંચને નોટીસ પાઠવી છે. આ બાબતને ફ્રી જાહેરાતો પર પહેલાંથી પેન્ડીંગ પિટિશનમાં પણ ઉમેરવામાં આવી છે.
અરજદાર ભટ્ટલાલ જૈને કહ્યું કે, ચૂંટણીલક્ષી લાભ માટે બનાવવામાં આવતી યોજનાઓ આખરે સામાન્ય લોકો પર બોજ લાવે છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલાં લોકો માટે આવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી રહી છે. જેમાં યોજનાના નામે તેમને રોકડ પૈસા આપવામાં આવશે. આ એક પ્રકારની ‘ફ્રીબીઝ’ છે. તેની સામે દાખલ કરાયેલી અરજી પર સુપ્રિમ કોર્ટે સુનાવણી કરી હતી.
મુખ્ય ન્યાયધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે ચૂંટણી પહેલાં તમામ રાજકીય પાર્ટીઓ વચનો આપતા હોય છે. તેના પર અરજદારના વકીલે કહ્યું કે અહીં વાત માત્ર ચૂંટણીમાં આપતા વચનોની નથી રહી તેના કારણે નેટવર્થ પર નેગેટિવ અસર થાય છે. આ વાતએ હદ સુધી પહોંચી ગઈ છે કે નેતાઓ જિલ્લા જેલ વેચવા સુધીની વાત સુધી પહોંચી ગયા છે.
ચીફ જસ્ટીસ ચંદ્રચુડ અને જસ્ટિસ જે.બી. પારડીવાલા અને મનોજ મિશ્રાની આજે અરજી પર સુનાવણી કરતા કડક વલણ અપનાવ્યું હતું. સુનાવણી બાદ કોર્ટે કેન્દ્ર સરકાર, ચૂંટણી પંચ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાને પણ નોટીસ પાઠવી છે. દરેકને જવાબ આપવા માટે ચાર અઠવાડીયાનો સમય આપવામાં આવ્યો છે.
COMMENTS