ગુજરાતમાં 48 કરોડના ખર્ચે 68 પશુ દવાખાના તથા સારવાર કેન્દ્રો મંજુરઃ પાંચનું થશે નવીનીકરણ

HomeGujarat

ગુજરાતમાં 48 કરોડના ખર્ચે 68 પશુ દવાખાના તથા સારવાર કેન્દ્રો મંજુરઃ પાંચનું થશે નવીનીકરણ

પશુપાલન ખાતામાં પંદર જગ્યા મંજુરઃ સાત લેબ, દસ વેટરનરી પોલિટેકનિક મંજુરઃ કૃષિમંત્રી પશુ૫ાલન અને કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, પશુપાલકોન

જોખમી બની ગયેલી બાલાજી માર્કેટ, નથી BUC કે ફાયર સેફ્ટી, રેસિડન્સની પરમીશન પણ ધમધમે છે માર્કેટ
Navigating the Changing Landscape of Indian Politics
ભારે વરસાદની સ્થિતિનો તાગ મેળવવા CM સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરની લેશે મુલાકાત

પશુપાલન ખાતામાં પંદર જગ્યા મંજુરઃ સાત લેબ, દસ વેટરનરી પોલિટેકનિક મંજુરઃ કૃષિમંત્રી

પશુ૫ાલન અને કૃષિમંત્રી રાઘવજી પટેલે કહ્યું છે કે, પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કરેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો મુજબ રાજ્યમાં રૃપિયા ૪૭.૯૭ કરોડના ખર્ચે નવા ૬૮ પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ અને પાંચનું નવીનિકરણ થશે. રાજ્યની ૭ પશુ રોગા નિદાન લેબોરેટી અને ૧૦ વેટરનરીની પોલીક્લિનિકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા રૃપિયા એક કરોડ મંજુર રાજ્યમાં પશુપાલન ખાતાની કચેરીઓમાં રૃપિયા પ૦ લાખના ખર્ચે ૧૦ ડિજિટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઊભી કરાશે, તે ઉપરાંત પશુપાલન ખાતાની કામગીરીને વધુ અસરકારક બનાવવા વર્ગ-ર ની ૬ અને વર્ગ-૩ ની ૯ જગ્યાઓ મંજુર કરવામાં આવી છે.

પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરિકો સ્વનિર્ભર અને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસિકરણ-ખસિકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્ત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.

પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, અને તેમના આ પશુધનને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને અદ્યતન આરોગ્ય સુવિધારો પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે. રાજ્યમાં પશુ સારવાર સંબંધિત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે ચાલુ વર્ષ ર૦ર૩-ર૪ માં રૃપિયા ૪૭.૯૭ કરોડના ખર્ચે રાજ્યની ર૧ જિલ્લા પંચાયતો હેઠળ અદ્યતન સુવિધા સાથેના પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના ૬૮ નવીન બાંધકામ અને જરૃરી મરામતના પ કામો રાજ્ય સરકાર દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.

મંત્રી પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પિટલ-વેટરીનરી પોલિક્લિનિકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિક્તા છે. આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટી અને ૧૦ વેટરનરી પોલિક્લિનિકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ર૦ર૩-ર૪ માં રૃપિયા એક કરોડની મંજુરી આપવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના વૈજ્ઞાનિક ઢબે વિકાસ માટે થઈ રહેલી કામગીરીની પાહિતી પશુપાલકોને ઘરબેઠા મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. પશુપાલકોને સરકારી યોજનાઓની જાણકારી તેમની આંગળીના ટેરવે જ મળી રહે, પશુપાલકોને વીડિયો કોન્ફરન્સ કે વેબિનાર કરીને એક જગ્યાએથી એક સાથે અનેક પશુપાલકોને માહિતગાર કરવા માટેના ઉત્તમ માધ્યમ તરીકે રાજ્યના પશુપાલન ખાતાની કચેરીઓમાં રૃપિયા પ૦ લાખના ખર્ચે ૧૦ ડિજિટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઊભી કરવા પણ રાજ્ય સરકારે મંજુરી આપી છે.

આ ઉપરાત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-ર ની ૬ જગ્યાઓ અને વર્ગ-૩ ની ૯ જગ્યાઓ પણ મંજુર કરવામાં આવી છે, સાથે સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૃપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઈન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી (સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજુર કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0