જીતાલીની જુની મસ્જિદના ટ્રસ્ટીઓનું કરોડોનું કૌભાંડહેડિંગઃ સોનાની લગડી સમાન જમીન બિલ્ડરને ફુંકી મારીસબઃ મામલતદાર કચેરીએ નામ ચઢાવવા મોકલાયેલા વક્ફના પત
જીતાલીની જુની મસ્જિદના ટ્રસ્ટીઓનું કરોડોનું કૌભાંડ
હેડિંગઃ સોનાની લગડી સમાન જમીન બિલ્ડરને ફુંકી મારી
સબઃ મામલતદાર કચેરીએ નામ ચઢાવવા મોકલાયેલા વક્ફના પત્ર સાથે ચેડાં કરીને દસ્તાવેજ કરી દેવાયા, ટ્રસ્ટીઓને શો-કોઝ નોટિસ ફટકારાઈ
સબઃ રમેશ સવાણીને દસ્તાવેજ કરવા માટે ખોટા અને ફોર્જ્ડ ડોક્યુમેન્ટ ઉભા કરવામાં આવ્યા, ટુંક સમયમાં જેલમાં ચક્કી પીસવાનો વખત આવે એવા સંકેત
વાહિદ મશહદ્દી દ્વારા, ભરૂચ
ફોર્જ્ડ ડોક્યુમેન્ટ ઉભા કરીને કરોડો રૂપિયાની જમીન ફૂંકી મારનાર જીતાલી મસ્જિદના ટ્રસ્ટીઓને નજીકના સમયમાં જેલના સળિયા ગણવાની નોબત આવશે. આ અંગે એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે આખો કૌભાંડ ઉજાગર થયો છે.
અંકલેશ્વર ખાતે જીતાલી ખાતે આવેલી જૂની મસ્જિદ વક્ફ બોર્ડમાં બી-119થી નોંધાયેલી છે. આ મસ્જિદની અનેક મિલકતો પૈકી મોજે જીતાલી ગામે આવેલી બ્લોક/સ.ન. 443 વાળી 17,131 ચો.મી. જમીન ખેતી લાયક છે. પરંતુ અંકલેશ્વર ટાઉનનો વ્યાપ વધ્યો હોવાથી ઉપરોક્ત ખેતીની જમીન ટાઉન મધ્યે આવી ગઈ હોવાથી જેના ભાવ આસમાને પહોંચ્યા છે. જુની શરતની ખેતીલાયક જમીન શહેર મધ્યે આવી ગઈ હોવાથી ટ્રસ્ટીઓની દાનત પણ બગડી હતી અને તેમણે યેનકેન પ્રકારે ઉક્ત જમીન ફૂંકી મારવાનો કારસો ઘડી કાઢ્યો હતો. આવામાં રમેશ વલ્લભ સવાણી નામના ડેવલપર સાથે તેમની મુલાકાત થઈ એટલે સોનાની લગડી સમાન જમીનનો સોદો નક્કી થઈ ગયો. પરંતુ જમીન વક્ફ બોર્ડની હોવાથી તેને કોઈપણ રીતે તબદીલ કરવી અશક્ય છે. જોકે, અશક્યને શક્ય બનાવવા માટે જ જન્મ લીધો હોય એમ ટ્રસ્ટીઓના બેકિંગમાં રહીને રમેશ સવાણીએ ખેલ પાડી દીધો હતો અને જમીનનો સોદો કરીને રીતસરના દસ્તાવેજ પણ કરી લીધા છે.
નાસીર પઠાણની મહેનત રંગ લાવીઅલ્લાહની મિલકત પર કાળી નજર રાખનાર તત્વો વિરૂદ્ધ એકધારી લડત ચલાવી રહેલા નાસીરખાન કરીમખાન પઠાણે દરેક કચેરીમાંથી ડોક્યુમેન્ટની કોપી મેળવ્યા બાદ વક્ફ બોર્ડ સમક્ષ ફરિયાદ કરી હતી જેમાં મિલકતને ફૂંકી મારવાનું ખુલ્લું પડી ગયું હોવાથી નાછુટકે વક્ફ બોર્ડે પણ જીતાલી મસ્જિદના ટ્રસ્ટીઓને શો-કોઝ નોટિસ પાઠવીને પ્રત્યુત્તર આપવા હુકમ કર્યો છે.
51(1)(એ) તથા 104(એ) અન્વયે સખ્ત કાર્યવાહીના સંકેત
વક્ફ મિલકતને ફુંકી મારવા માટે ફોર્જ્ડ ડોક્યુમેન્ટ તૈયાર કરનાર જીતાલી મસ્જિદના ટ્રસ્ટીઓ અનુક્રમે યુસુફ ગુ.મોહમદ પાંડોર, ઈકબાલ અહમદ પટેલ, વસીમ અકરમ હનીફ મોહમદ પટેલ. મામદ અહમદ ઉમર, ઈસ્માઈલ યુસુફ પાંડોર, ભાણા શાહજહાભાઈ અહમદ તથા યુસુફ મહમદ ઉમરને શો-કોઝ નોટિસ પાઠવતા વક્ફ બોર્ડે સંકેત આપ્યા છે કે તેમની વિરૂદ્ધ 51(1)(એ) તથા 104(એ) અન્વયે સખ્ત કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય ઈન્ડિયન પીનલ કોડની કલમ 467, 468 મુજબ ફોજદારી કાર્યવાહી પણ થશે એવા સ્પષ્ટ સંકેત હોવાથી ટ્રસ્ટીઓ ભૂગર્ભમાં લપાઈ ગયા છે.
મિલકતની નોંધ કરવા લખાયેલા પત્ર સાથે ચેડાં
જીતાલી ગામની મિલકતોને પ્રોપર્ટીકાર્ડ-ગામના રેકર્ડમાં નોંધ કરવા માટે વક્ફ બોર્ડ દ્વારા અંકલેશ્વર મામલતદારના પત્ર પાઠવવામાં આવ્યો હતો પરંતુ આ પત્ર સાથે છેડછાડ કરીને ટ્રસ્ટીઓ તેમજ ડેવલપર રમેશ સવાણીએ કરોડોની જમીનના રીતસરના દસ્તાવેજ પણ કરી લીધા છે. અત્યારે આ જમીન રમેશ વલ્લભ સવાણીના નામે તબદિલ થઈ ચુકી છે.
COMMENTS